BSNLની આ બંપર ઓફરમાં દરરોજ મળશે 1 જીબી કરતાં વધારે ડેટા
પ્લાન અંતર્ગત દિલ્હી અને મુંબઈ છોડીને સમગ્ર ભારતમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. જો સબ્સક્રાઈબર્સ આ શહેરમાં કોલ કરે છે તો તેને 60 પૈસા પ્રતિ મિનિટના દરે ચાર્જ લાગશે. આ પ્લાન 19 સર્કલમાં વેલિડ છે. બીએસએનલે હાલમાં જ 4જી સેવા આપવાનું શરૂ કર્યું છે. કંપની ટૂંકમાં જ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 4જી સેવા શરૂ કરવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે કંપનીએ આ પ્લાનમાં ફેરફાર કર્યો છે. 999 રૂપિયાના આ પ્લાનમાં 6 મહિનાની વેલિડિટી મળે છે. જેમા યુઝર્સને હવે 3.1 જીબી ડેટા દરરોજ મળશે અને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળશે. તેનો અર્થ એ છે કે યૂઝર્સને 561.1 જીબી કુલ ડેટા આ પ્લાન અંતર્ગત મળશે. જો ડેટા ખત્મ થઈ જાય તો યૂઝર્સને 40 કેબીપીએસની સ્પીડ મળશે.
નવી દિલ્હીઃ તમામ ટેલીકોમ કંપનીઓમાં ડેટાને લઈને નવુ યુદ્ધ છેડાઈ ગયું છે. જિઓ આવ્યા બાદથી તેમાં વધારો થયો છે. હાલમાં જ વોડાફોને પોતાના 2 પ્રીપેડ પ્લાનમાં ફેરપાર કર્યો છે. હવે BSNLએપણ પોતાના પ્રીપેડ પ્લાનમાં અનેક ફેરફાર કર્યા છે. સપ્ટેમ્બરમાં કંપનીએ બમ્પર ઓફરની જાહેરાત કરી હતી. જેમાં ગ્રાહકોને 2.2 જીબી વધારાનો ડેટા મળી રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -