હવે કેવી રીતે લેંડલાઈન ફોન પણ ચલાવી શકાશે ફેસબુક અને વૉટ્સએપ, જાણો બીજું શું કરી શકાશે?
બીએસએનએલના ડિવીઝન એન્જીનિયર એસકે પાઠકે જણાવ્યું કે તેના માટે વર્ચુઅલ લોકલ એરિયા નેટવર્ક (વીલેન) જનરેટ કરી તમામ આઈપી બનાવવી પડશે. તેની મદદથી તમે તમારો સ્માર્ટફોનથી ઘરમાં રખાયેલા આઈપી લેંડલાઈન ફોનથી કનેક્ટ કરી લેશે. ટીમ વ્યૂવરની જેમ તમે તમારા સ્માર્ટફોન પર આઈપી લેંડલાઈન ફોનની સ્ક્રીન ઉઠાવીને ઘરમાં રાખેલ વાઈફાઈ ફીચર યુક્ત એસી, ટીવી, ફ્રિઝ જેવી અન્ય તમામ સામાન ઘરની બહાર રહીને ઑપરેટ કરી શકો છો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઈપી લેંડલાઈન ફોનમાં સેનટ્રેક્સનો લાભ પણ મળશે. આ ઠીક તે રીતે સીયૂજી (ક્લોઝ્ડ યૂઝર ગ્રુપ) મોબાઈલનો પ્રયોગ કરે છે અને એક ગ્રુપના નંબરો પર વાત કરવા પર કોઈ ચાર્જ આપવો પડતો નથી, પરંતુ માસિક ફિક્સ ભાડું આપવું પડે છે.
બીએસએનએલે પોતાના આધુનિક લેંડલાઈન ફોન ટૂંક સમયમાં બજારમાં ઉતારશે. આ ફોનમાં એક મોટી ટચ સ્ક્રીન હશે. બ્રાડબેંડ મૉડમ ઈનબિલ્ટ હોય છે. જેથી અલગથી મૉડમ ખરીદવાની જરૂર નહીં પડે. જાણો અન્ય ફાયદાઓ વિશે.... - 4જીથી વધુ સ્પીડ મળશે. - 40 એમબીપીએસ સુધી સ્પીડ લઈ જઈ શકાય છે. - ભાવ બ્રાડબેંડ પર જ લાગૂ પડશે. - વાઈફાઈ જનરેટ કરી 50 મીટરની રેંજમાં અનલિમિટેડ ફોન જોડી શકો છો. - રેંજ વધારવા માટે રાઉટરનો પ્રયોગ કરી શકો છો. - પાસવર્ડ આપીને ડેટા ખર્ચ કરવાની લિમિટ નક્કી કરી શકો છો. - આફિસમાં બેસીને બંધ કરી શકશો ઘરની એસી, ટીવી અને ફ્રિઝ. - આઈપી લેંડ લાઈન ફોનનો મોટો ફાયદો તે લોકોને મળશે જે ગરમીના દિવસોમાં ઘર પહોંચ્યા પહેલા એસી ચાલુ કરવા માંગે છે. જો કે આઈપી લેંડલાઈન ફોન તે તમામ ચીજોને ઑપરેટ કરવા માટે સક્ષમ હશે જે વાઈફાઈ ફીચરથી યુક્ત છે.
નવી દિલ્લી: ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર અને વીડિયો કૉલ માટે હવે એન્ડ્રૉઈંડ ફોન ખરીદવાની જરૂર નથી. હવે આ એપની સાથે એન્ડ્રૉઈંડ ફોનના બીજા તમામ ફીચર્સ હવે તમારા લેંડલાઈન ફોન ઉપર પણ મળી જશે. ગ્રાહકોને આ સેવા પુરી પાડવા માટે બીએસએનએલે પુરી તૈયારી કરી લીધી છે. બસ હવે જરૂર છે તમારે કનેક્શન લેવાની!
બીએસએનએલ શહેરભરમાં પોતાના તમામ ટેલીફોન એક્સચેંજ એનજીએન (નેક્સટ જનરેશન નેટવર્કિંગ) થી જોડી રહ્યું છે. તેના પછી એનાલૉગ થનાર તમારા દરેક કોલ આઈપી બેસ્ડ થઈ જશે. જેના પછી તમારે માત્ર આઈપી લેંડલાઈન ફોન લેવાનો રહેશે. આ આઈપી લેંડલાઈન ફોનમાં બીજા સ્માર્ટફોન જેવા જ ફીચર્સ હશે. આ ફોનમાં મોટી ટચ સ્ક્રીનથી તમે વૉટ્સએપ, ટ્વિટર, ફેસબુક, વીડિયો કૉલ, વૉઈસ ચેટનો આનંદ સરળતાથી લઈ શકશો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -