ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડે સેલઃ આ સ્માર્ટપોન્સ અને ડિવાઈસ પર મળશે ભારે ડિસ્કાઉન્ટ!
આ સેલમાં ઘરમાં ઉપયોગી થઈ શકે તેવો જરૂરી સામાન પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળશે. (All Picture Credit- flipkart website)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબિગ શોપિંગ ડે સેલમાં ઘરમાં ઉપયોગી હોય તેવા ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ પર સારી એવી છૂટ મળશે.
નોટબંધીમાં જો તમે રોકડની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છો તો તમે ક્રેડિટ કાર્ડ દ્વારા મળનારો અન્ય લાભ પણ લઈ શકો છો.
આ સેલમાં એપલની પ્રોડક્ટ્સ પર સારું એવું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
બિગ શોપિંડ ડે સેલમાં સેમસંગના સ્માર્ટફોન પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
સ્નીક પીકમાં કેટલાક અન્ય સ્માર્ટફોન પર છૂટની જાણકારી આપવામાં આવી છે. બિગ શોપિગં સેલમાં મોટોરોલાનો મોટો M 500 રૂપિયાની છૂટની સાથે 7,499 રૂપિયામાં મળશે. iPhone 6ના 16GB વેરિઅન્ટ પર પણ આ સેલમાં છૂટ મળશે. બિગ શોપિંગ સેલમાં લેનોવો K5 નોટ 1 હજાર રૂપિયા ફ્લેટ ડિસ્કાઉન્ટની સાથે મળશે.
ફ્લિપકાર્ટે સ્નીક પીકમાં બતાવ્યું ચે કે, વન પ્લસ 3ની કિંમત 20,000થી ઓછી હશે. જોકે, આ ઓફર અંગે વિવાદ પણ ઉભો થયો છે કે વન પ્લસના સીઈઓએ ટ્વિટ કરીને સવાલ ઉભા કરતાં પૂછ્યું કે આ શું છે, અમે (વનપ્લસ) એક્સક્લુસિવ એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ છીએ.
આવતીકાલે (18 ડિસેમ્બર)થી ફ્લિપકાર્ટના બિગ શોપિંડ ડે સેલની શરૂઆત થશે. ફ્લિપકાર્ટનો આ સેલ 18થી 21 ડિસેમ્બર સુધી ચાલશે. ફ્લિપકાર્ટે પોતાની વેબસાઇટ પર સ્નીક પીક દ્વારા જાણકારી આપી છે કે, આ સેલમાં સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમ્સ પર ભારે છૂટ મળી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -