BSNLએ શરૂ કરી સેટેલાઈટ ફોન સર્વિસ, એરોપ્લેનથી લઈને બેસમેન્ટ સુધી નહીં રહે નેટવર્કની સમસ્યા
વિદેશી ઓપરેટર્સ દ્વારા આપવામાં આવેલ સેટેલાઈટ ફોનનો ઉપયોગ અર્ધસૈનિક દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે, જ્યાં સૌથી વધારે સુરક્ષાની ચિંતા છે. ઇનમારસેટ ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ગૌતમ શર્માએ કહ્યું કે, ભારતમાં તમામ સેટેલાઈટ ફોન કનેક્શન બીએસએનએલને ટ્રાન્સફર કરવામાં આવશે. બીએસએનલ જ કોલ રેટ નક્કી કરશે. આ કોલ રેટ 30-35 રૂપિયા પ્રતિ મિનિટની વચ્ચે હોવા જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં દેશમાં 1532 અધિકૃત સેટેલાઈઠ ફોન કનેક્શન છે, જે દેશમાં ઓપરેશનલ છે. તેમાંથી મોટાભાગનાનો ઉપયોગ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ટાટા કોમ્યુનિકેશન્સને સમુદ્ર સાથે જોડાયેલ સમુદાયોને શીપ પર આવા ફોનના ઉપયોગ માટે 4143 પરમિટ આપી છે.
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની ટેલીકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)એ બુધવારે ઇનમારસેટ (INMARSAT) દ્વારા સેટેલાઈટ ફોન સર્વિસની શરૂઆત કરી છે. શરૂઆતમાં આ સર્વિસ માત્ર સરકારી એજન્સીઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને બાદમાં તબક્કાવાર તેને સામાન્ય નાગરિકો માટે રજૂ કરવામાં આવશે.
આ સેવા એવા વિસ્તારને પણ કવર કરશે, જ્યાં કોઈ નેટવર્ક નથી. આ સર્વિસ આંતરરાષ્ટ્રીય મોબાઇલ સેટેલાઈન ઓર્ગેનાઈઝેશન (INMARSAT) દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેની પાસે 14 સેટેલાઈટ છે. આ સેવાને શરૂ કરવા પર ટેલીકોમ પ્રધાન મનોજ સિન્હાએ કહ્યું કે, પ્રથમ તબક્કામાં રાજ્ય પોલીસ, બીએસએફ અને અન્ય સરકારી વિભાગોને આ ફોન આપવામાં આવશે. બાદમાં વિમાન પ્રવાસ કરના અને શીપમાં પ્રવાસ કરનારને આ સેવા ઉપલબ્દ થશે.
ભારતમાં હાલમાં સેટેલાઈટ ફોન સર્વિસ ટાટા કોમ્યૂનિકેશન્સ લિમિટેડ (ટીસીએલ) ઉરપલબ્ધ કરાવે છે, જેનણે સરકારી ક્ષેત્રની વિદેશ સંચાર નિગલ મલિમિટેડના અધિગ્રહણની સાથે વારસામાં તેનું લાઈસન્સ મળ્યું હતું. બીએસએનલના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર અનુપમ શ્રીવાસ્તવે કહ્યું કે, અમે વોયસ અને એસએમેસની સાથે આજતી સેટેલાઈટ ફોન સેવા શરૂ કરી રહ્યા છીએ. શ્રીવાસ્તવે જણાવ્યું કે, ટાટા કોમ્યુનિકેશન્સની સેવા 30 જૂન, 2017ના રોજ પૂરી થઈ જશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -