રિલાયંસ Jio બાદ આ ચીની કંપની ભારતમાં ફ્રી ઈંટરનેટ અને કોલિંગની સુવિધા આપવા તૈયાર, જાણો
જો કે બીએસએનએલ ફિક્સ લાઈન બ્રૉડબ્રેંડના મામલામાં 9.95 મિલિયન ગ્રાહકો અને મોબાઈલ બ્રૉડબ્રેડમાં 20.39 મિલિયન કસ્ટમર્સની સાથે પાંચમા નંબરે છે. રિલાયંસ જિયો પોતાની ફ્રી સર્વિસ 31 માર્ચ 2017 સુધી મફત ડેટા અને અનલિમિટેડ કૉલિંગની ઓફર આપી રહ્યું છે. જો કે આ ઑફર પ્રમાણે ગ્રાહકને દિવસનું 1 જીબી 4જી ડેટા મળે છે, જેના પછી ઈંટરનેટની સ્પીડ ઘટી જાય છે.
નવી દિલ્લી: મુકેશ અંબાણીની રિલાયંસ જીયોએ પોતાના ગ્રાહકોને અનલિમિટેડ કૉલિંગ અને ફ્રી ઈંટરનેટની સુવિધા આપી રહ્યું છે. રિલાયંસ જીયો બાદ હવે એક ચીની કંપની ભારતમાં ફ્રી ઈંટરનેટ સર્વિસેસ આપવા માટે યોજના બનાવી રહ્યું છે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે ચાઈનીઝ કંપની અલીબાબા ફ્રી ઈંટરનેટ માટે ટેલિકૉમ ઑપરેટર્સ અને Wi-Fi ઑપરેટર્સ સાથે વાતચીત કરી રહી છે.
રિલાયંસ જિયો પોતાના લૉંચના માત્ર 3 મહીનાની અંદર જ 52.35 મિલિયન ગ્રાહકો સાથે દેશનું સૌથી મોટું મોબાઈલ બ્રૉડબ્રેંડ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર બની ગયું છે.
અલીબાબા પહેલી એવી કંપની નથી જે દેશમાં ફ્રી ઈંટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવા માટે કામ કરી રહી છે. બે વર્ષ પહેલા ફેસબુક ફ્રી બેસિક્સ પ્રોગ્રામની શરૂઆત કરી હતી. તેના પહેલા ફેસબુકે પણ આ હેતુથી internet.org અને ફ્રી બેસિક પ્રોજેક્ટ્સની શરૂઆત કરી હતી. પરંતુ નેટ ન્યૂટ્રેલિટીનો મુદ્દો ઉઠાવ્યા પછી કંપનીએ પોતાની સેવા પાછી લઈ લીધી હતી.
અલીબાબા મોબાઈલ બિઝનેસના ઓવરસીઝ બિઝનેસના પ્રેસિડેંટ જેક હુઆંગનું કહેવું છે કે અમે સર્વિસ પ્રોવાઈડર અને ત્યાં સુધી કે અમુક વાઈ-ફાઈ પ્રોવાઈડર્સ સાથે વાતચીત કરી રહ્યા છે અને તેમની સાથે મળીને કામ કરવા માંગે છે. અમારી કોશિશ ઓછા દરોમાં સારો ડેટા આપવાનો છે, એટલે સુધી કે ફ્રીમાં કનેક્ટિવિટી આપવાની છે. તેના માટે અમે બીજા સાથે વાતચીત કરી રહ્યા છે. અલીબાબા પહેલા તે રાજ્યોમાં ફ્રી ઈંટરનેટ સુવિધા આપશે જ્યાં કનેક્ટિવિટીની સમસ્યા છે. અમે ભૌગોલિક રીતે ઈંટરનેટ સુવિધા આપવાનો વિચાર કરી રહ્યા છીએ, કારણ કે ભારતના દરેક રાજ્યોમાં કનેક્ટિવિટીની સમસ્યા નથી.