અમેરિકા બાદ ભારતમાં લોન્ચ થયો HTC 10 EVO, કિંમત 48,990 રૂપિયા
હેન્ડસેટમાં ફિન્ગરપ્રિનટ્ સેન્સર છે. જેને ડિસ્પ્લેને ઠીક નીચે આપવામાં આવ્યું છે. એચટીસીએ આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 810 પ્રોસેસર આપ્યું છે. ફોનમાં 3 જીબી રેમ છે અને તેની સ્ટોરેજ માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી વધારી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમાં 16 મેગાપિક્સલ રિયર કેમેરા છે જે 4કે વીડિયો રેકોર્ડિંગ અને પીડીએએફ (ફેસ ડિટેક્શન ઓટો ફોકસ)ની સાથે આવે છે. સ્ક્રીન ફ્લેશની સાથે 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. HTC 10 EVOમાં 3200 એમએએચની બેટરી છે.
HTC 10 EVOમાં 5.5 ઇંચ ક્વાડએચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સ્ક્રીન રિઝોલ્યૂશન 1440X2560 પિક્સલ છે. આ એચટીસીનો પ્રથમ વોટર-રેસિસ્ટન્ટ એલ્યૂમીનિયમ યૂનીબોડી ડિવાઈસ છે. આ ફોન વોટર અને ડસ્ટ રેસિસ્ટન્સ માટે આઈપી57 રેટિંગની સાતે આવે છે. ફોનમાં એન્ડ્રોઈડ 7.0 નોગટ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. એચટીસી 10 ઈવો સ્પિલિટ સ્ક્રીન વ્યૂ, ગૂગલ ફોટોસ એપ પર ફ્રી અનલિમિટેડ ફોટો સ્ટોરેજ અને ગૂગલના ઇનબિલ્ટ વીડિયો એપ ગૂગલ ડુઓની સાથે આવે છે.
એચટીસીએ વિતેલા વર્ષે અમેરિકામાં એચટીસી બોલ્ટ ફોન લોન્ચ કર્યો હતો, 10 ઈવો આ જ ફોનનું ગ્લોબલ વેરિઅન્ટ છે. ભારતમાં હેન્ડસેટનું 32 જીબી વેરિઅન્ટ મળશે. આ એચટીસીની બૂમસાઉન્ડ એડેપ્ટિવ ઓડિયો ટેક્નોલોજીની સાથે આવે છે. આ ફોનમાં 3.5 એમએમ ઓડિયો જેક આપવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ તાઇવાનની સ્માર્ટફોન બનાવતી કંપની HTCએ ભારતમાં પોતાનો નવો મોબાઈલ લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ HTC 10 EVO છે. ફોનની કિંમત 48990 રૂપિયા છે. ફોન એચટીસી ઇન્ડિયાના ઈ સ્ટોર પર વેચાણ માટે ઉપલબ્ધ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -