દેશમાં ટેસ્ટિંગ વગરના સ્માર્ટફોનની ભરમાર, COAIની ક્વોલિટી કન્ટ્રોલ સિસ્ટમ બનાવવાની માગ
તેમાં વિશેષ રીતે મીડિયાટેક દ્વારા ચિપસેટ સંબંધીત ક્રિયાન્વયન સામેલ છે. જોકે, સરકારને એસોસિએશનની ભલામણને વ્યાપક દ્રષ્ટિવાળી ગણાવી છે. તેના પર મીડિયાટેકના ભારતમાં પ્રતિનિધિએ કહ્યું કે, કંપનીએ હાલમાં જ તેના પર રિપોર્ટ મળ્યો છે. અમારી પહેલી પ્રાથમિકતા આ મુદ્દે સમાધાન કરવાની રહેશે. COAIએ ભલામણ આપી છે કે, ડેટાને પ્રભાવિત કરનાર મોબાઈલ ઉપકરણો પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCOAIના ડાયરેક્ટર જનરલ રાજન એસ મેથ્યૂએ આ મામલે ટેલીકોમ પંચના ચેરમેનને લખેલ પત્રમાં કહ્યું છે કે, ડ્યૂઅલ સિમવાળા એલટીઆઈ 4G મોબાઈલ હેન્ડસેટમાં ડેટા સેવાઓને લઈને મુશ્કેલીનો ઉલ્લેખ કર્યો છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 4જી એલટીઆઈ ક્ષમતાવાળા હેન્ડસેટમાં અન્ય સિમ નાંખવા પર મુખ્ય સ્થાન પર નાંખવામાં આવેલ 4જી સિમની ક્ષમતા પણ 40 ટકા પ્રભાવિત થાય છે.
નવી દિલ્હીઃ સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI)નું માનવું છે કે, સરકારને દેશમાં વેચાતા મોબાઈલ હેન્ડસેટોની ગુણવત્તાના નિયંત્રણની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. COAIએ કહ્યું કે, હેન્ડસેટોની ગુણવત્તા પણ ડેટાની સેવાઓ અને કોલ ડ્રોપની સમસ્યાનું એક કારણ છે.
આ મુદ્દે પર તાત્કાલીક નીતિગત દખલની જરૂર જણાવતા COAIએ કહ્યું કે, અત્યાર સુધી કોલ ડ્રોપ અને સેવાઓની ગુણવત્તાના મુદ્દાને માત્ર ઓપરેટોરો સાથે જોડવામાં આવ્યો છે. આ મુદ્દે હેન્ડસેટની ગુણવ્તાના મુદ્દે પૂરતો વિચાર કરવામાં આવ્યો નથી. COAIએ દાવો કર્યો છે કે, દેશમાં મોટી સંખ્યામાં કોઈપણ તપાસ અને સર્ટિફિકેટ વગરના સ્માર્ટફોનની ભરમાર છે. દેશમાં 10,000થી વધારે સ્માર્ટપોન મોડલ વેચાઈ રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -