આધારકાર્ડ નહીં હોય તો મોબાઈલ રાખવો મુશ્કેલ બની જશે
ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા સેલ્યુલર અને રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ સહિતની ટોચની ટેલિકોમ કંપનીઓનું પ્રતિનિધિત્વ કરતા સંગઠન સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેએશન ઓફ ઇન્ડિયા (COAI)ના ડિરેક્ટર જનરલ રાજન મેથ્યૂએ જણાવ્યું હતું કે, આ કવાયત ઇન્ડસ્ટ્રી માટે મોટો પડકાર છે, કારણ કે તેમાં મૂડીખર્ચનો સમાવેશ થાય છે.
ટેલિકોમ કંપનીઓએ થોડાં વર્ષો પહેલા આવી કવાયત કરી હતી. તે સમયે સરકારે આઇડી અને એડ્રેસ પ્રુફ મારફત નો યોર ક્લાયન્ટ (કેવાયસી) કરવા ટેલિકોમ કંપનીઓને આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના નવા આદેશ મુજબ માત્ર આધાર કાર્ડ ધરાવતા ગ્રાહકો જ તેમના નામે ફોન રાખી શકશે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના સંગઠનના જણાવ્યા મુજબ વેરિફિકેશનની આ મોટી કવાયત ખર્ચાળ પુરવાર થશે.
આધાર કાર્ડ મારફત રિ વેરિફિકેશનને ફરજિયાત બનાવવાના સુપ્રીમ કોર્ટના આદેશના એક મહિનામાં દૂરસંચાર વિભાગે આ નોટિસ જારી કરી છે. સર્વોચ્ચ અદાલતે છ ફેબ્રુઆરીએ આ આદેશ આપ્યો હતો અને તેના પાલન માટે ૬ ફેબ્રુઆરી ૨૦૧૮ સુધીની એક વર્ષની મહેતલ આપી છે.
દેશના આશરે ૧.૧ અબજ ટેલિકોમ ગ્રાહકોએ આધાર કાર્ડ સાથે નવેસરથી વેરિફિકેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગયા મહિનાના સુપ્રીમ કોર્ટના આદેશને પગલે આ સ્થિતિ ઊભી થઈ છે. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીને આ કવાયતમાં આશરે રૂપિયા ૧,૦૦૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
નવી દિલ્હીઃ સરકારે મોબાઈલ નંબર માટે પણ આધાર કાર્ડ ફરજિયાત કરવાની તૈયારી કરી લીધી છે. મીડિયા અહેવાલ અનુસાર મોબાઇલ નંબર્સને આધારકાર્ડ સાથે જોડવો ફરજિયાત હશે. આ પ્રોગ્રામ અંતર્ગત પ્રીપેડ કાર્ડ્સને આધાર કાર્ડ વગર અથવા માન્ય પૂરાવો આપ્યા વગર રિચાર્જ નહીં કરી શકાય.
દૂરસંચાર વિભાગે જારી કરેલી નોટિસ મુજબ, 7લાઇસન્સ ધરાવતી તમામ કંપનીઓએ રિ વેરિફિકેશન માટેના સુપ્રીમ કોર્ટના આદેશ અંગે પ્રિન્ટ ઇલેક્ટ્રોનિકસ મીડિયામાં જાહેરખબર તથા એસએમએસ મારફત હાલના તેમના ગ્રાહકોને માહિતી આપવાની રહેશે અને તેમની વેબસાઇટ પર તે અંગેની સંપૂર્ણ વિગત આપવાની રહેશે.