13 MP સાથે ડ્યુઅલ રિયર કેમેરા અને 4000 mAhની બેટરી સાથે લોન્ચ થયો આ સ્માર્ટફોન
કૂલપેડ કૂલ 1 એક ડ્યુઅલ સિમ સ્માર્ટફોન છે. જેમાં 5.5 ઇંચની ફુલ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનનું પ્લોસેસર ક્વાલકેમ સ્નેપડ્રેગન ક્વાડકોર 652 છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોનમાં accelerometer, proximity, gyroscope અને compass જેવા સેન્સર આપવામાં આવ્યા છે, જ્યારે કનેક્ટિવિટી માટે તેમાં જીપીએસ, બ્લૂટૂથ, વાઈફાઈ 802 જેવા ફીચર્સ છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત 13999 રૂપિયા રાખી છે, જેને ઓનલાઈન શોપિંગ વેબસાઈટ Amazon પરથી ખરીદી શકાય છે.
કેમેરાની વાત કરીએ તો ફોનમાં f/2.0 અપર્ચર અને ઓટોફોકસની સાથે 13MP + 13MPવાળો ડ્યઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે 8 MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
ફોનમાં 4000 mAhની બેટરી આપવામાં આવી છે જે યૂએસબી ટાઇપ-સી પોર્ટ આપવામાં આવ્યા છે. કંપની દાવો કરે છે કે ફોનમાં આપવામાં આવેલ ક્વિક ચાર્જ 2.0 ફીચરને કારણે બેટરી 30 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઈ જશે.
સ્માર્ટફોન 3 GB રેમ/32 GB સ્ટોરેજ અને 4 GB રેમ/32 GB સ્ટોરેજના બે વેરિઅન્ટમાં મળશે. કૂલ 1માં લેઈકોનું EUI 5.6 આધારિત એન્ડ્રોઈડ 6.0 માર્શમૈલો ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે.
ચીનની સ્માર્ટપોન મેકર કંપની LeEco અને Coolpadએ મળીને ભારતમાં બજેટ સ્માર્ટફોન Coolpad Cool 1 લોન્ચ કર્યો છે. આ ફોનને ઓગસ્ટ મહિનામાં ચીનમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા અને 4000 mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે. ચાલુ વર્ષની શરૂાતમાં LeEcoએ કૂલ પેડનું અધિગ્રહણ કર્યું હતું. આ ડીલ બાદ Cool 1 પ્રથમ સ્માર્ટફોન હશે જે Coolpadની બ્રાન્ડિંગ સાથે આવશે. આ સ્માર્ટફોન 4જી અને રિલાયન્સ જિયો 4જી સિમ પર પણ કામ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -