31 ડિસેમ્બર બાદ આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, જાણો તમારો હેન્ડસેટ છે લિસ્ટમાં
વ્હોટ્સએપને બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, જો તમારી પાસે પણ આ પ્લેટફોર્મ પર ચાલનારા સ્માર્ટફોન છે તો વ્હોટ્સએપનો ઉપયોગ કરવા માટે 2016ના અંત સુધીમાં નવા એન્ડ્રોઈડ, આઈફોન અને વિન્ડોઝ ફોનથી અપગ્રેડ કરવાની જરૂર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવ્હોટ્સએપનું કહેવું છે કે, તે એવા જ પ્લેટફોર્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો કરી રહ્યા છે.
વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ વ્હોટ્સએપ પોતાના સિમ્બિયન યૂઝર્સને નોટિફિકેશન મોકલવાનું શરૂ કરી દીધું છે. વિશ્વભરના સિમ્બિયન યૂઝરને હવે કંપની તરફથી નોટિફિકેશન મોકલવામાં આવી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યં છે કે, દુર્ભાગ્યુપૂર્ણ છે કે તમે 31/12/2016 બાદ વ્હોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકો કારણ કે વ્હોટ્સએપ તમારા સ્માર્ટફોનને સપોર્ટ નથી કરતું.
ચાલુ વર્ષની શરૂઆતમાં જ અમે તમને જણાવ્યું હતું કે વ્હોટ્સએપને એક બ્લોગપોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે 31 ડિસેમ્બર 2016થી સિમ્બિયન અને બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલનારા ડિવાઈસ વ્હોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે.
હાલમાં પણ વિશ્વમાં નોકિયાના આ સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની સારી એવી સંખ્યા છે. જો તમે પણ સિમ્બિયન ઓએસવાળો સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો સમય આવી ગયો છે કે તમે તમારો સ્માર્ટફોન બદલી લો. સિમ્બિયન યૂઝર આ વર્ષે 31 ડિસેમ્બર બાદ વ્હોટ્સએપ એક્સેસ નહીં કરી શકે.
નોકિયાના લગભગ તમામ હાઈ-એન્ડ સ્માર્ટફોન સિમ્બિયન ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા હતા. તેની સૌથી સફળ N સીરીઝનો સ્માર્ટફોન પણ સિમ્બિયન ઓએસની સાથે આવતા રહ્યા.
આ યાદીમાં સિમ્બિયનની સાથે બ્લેકબેરી, Nokiaની S40 Series, નોકિયા સિમ્બિયન s60, Android 2.1, Android 2.2 અને Windows Phone 7.1 ઓએસ પર ચાલનારા સ્માર્ટફોન પણ સામેલ છે. આતમામ પર આવતા વર્ષથી વ્હોટ્સએપ સપોર્ટ બંધ થઈ જશે.
નોકિયા, બ્લેકબેરી, વિન્ડોઝ સહિત એન્ડ્રોઈડના કેટલાક સ્માર્ટફોનને વ્હોટ્સએપ 31 ડિસેમ્બરે મોટો ઝટકો આપવાનું છે. આ સ્માર્ટફોન પર 31 ડિસેમ્બર 2016 બાદ વ્હોટ્સએપ સપોર્ટ નહીં કરે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -