ડ્યૂઅલ સેલ્ફી કેમેરા અને 4GB રેમ સાથે સ્માર્ટફોન 9 હજારમાં લોન્ચ, જાણો અન્ય ફિચર્સ
કેમેરા સેક્શનની વાત કરીએ તો આ સ્માર્ટફોનના ફ્રન્ટમાં ડ્યુઅલ કેમેરા સેટએપ આપવામાં આવ્યું છે. પ્રાઈમરી સેંસર 8 મેગાપિક્સલ છે અને સેકન્ડરી સેંસર 5 મેગાપિક્સલ છે. સાથે તેમાં 120 ડિગ્રી વાઈડ એન્ગલ લેન્સ આપવામાં આવ્યો છે, રિયરમાં 13 મેગાપિક્સલનો ઓટોફોકસ કેમેરા આપવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppCoolpad Note 6 ની સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ સિમ, એન્ડ્રોઈડ 7.1 નોગટ પર ચાલશે. જેમાં 5.5 ઈન્ચ ફુલ-HD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં 4 GB રેમ અને Adreno 505 GPU સાથે 1.4GHz ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર આપવામાં આવ્યું છે.
Coolpad Note 6 માં 32GB/64GB ની ઈન્ટરનલ મેમોરી છે, જેને 128 જીબી સુધી વધારી શકાશે. બેટરી 4070mAh છે. ફિંગરપ્રિન્ટ સેંસર પણ આપવામાં આવ્યું છે.
નવી દિલ્હી: Coolpad એ ડ્યુઅલ કેમેરાવાળો સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કરી દીધો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે Coolpad Note 6 ભારત માટે એક્સક્લૂઝિવ સ્માર્ટફોન છે. આ સ્માર્ટ ગોલ્ડ અને ગ્રે કલર ઓપ્શનમાં ઉપલબ્ધ રહેશે. આ ફોન ગ્રાહકોને 1 મે એટેલે કે આજથી જ 8 રાજ્યોમાં 300 મલ્ટી બ્રાન્ડ સ્ટોર્સથી ખરીદી શકશે.
આ સ્માર્ટફોન બે વેરિયન્ટ 32 GB અને 64 GB સ્ટોરેજમાં મળશે.આ ફોનની કિંમત ક્રમશ: 8,999 અને 9,999 રૂપિયા રાખવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -