WhatsApp એન્ડ્રોઇડ યૂઝર્સ માટે લાવી રહ્યું છે 2 નવા ફિચર્સ, જાણો શું છે તે?
નવી દિલ્હીઃ દુનિયાની સૌથી પૉપ્યૂલર સોશ્યલ મેસેજિંગ એપ વૉટ્સએપ એન્ડ્રોઇડ યૂઝર્સ માટે નવા ફિચર્સ પર કામ કરી રહ્યું છે. જેમાં એક ફિચર અંતર્ગત વૉઇસ મેસેજ ઓટોમેટિક સેવ થઇ જશે. તે વળી બીજા ફિચર યૂઝર્સ એપ પર ઇમેજ મોકલતી વખતે સ્ટીકર એડ કરવાની સુવિધા આપશે. આ ફિચર હાલ એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એપના બીટા યૂઝર્સ માટે છે. આને વૉટ્સએપના ઔપચારિક વર્ઝનમાં નહીં લાવવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીટા વર્ઝનમાં એક બીજુ ફિચર આપવામાં આવ્યું છે જે અંતર્ગત હવે એપ પર કોઇને ફોટો મોકલતી વખતે જ તેમાં સ્ટીકર અને લૉકેશન એડ કરી શકાશે. WABeta Info અનુસાર એપમાં લૉકેશન વાળા સ્ટીકર આપવામાં આવ્યા છે, જે ફોટામાં જોડી શકો છો.
ખાસ વાત એ છે કે, આ ફિચરને સેટિંગમાં જઇને એક્ટિવ નહીં રાખવું પડે, આ બાય ડિફૉલ્ટ એક્ટિવેટ થઇ જશે. તાજેતરમાંજ યૂઝર્સ માટે લૉક વૉઇસ મેસેજનું ફિચર લાવવામાં આવ્યું હતું. જેની મદદથી યૂઝર્સ માઇક આઇકૉનને હૉલ્ડ કરીને મેસેજ રેકોર્ડ નથી કરવું પડતું. મેસેજ લૉક કરીને લાંબા મેસેજ રેકોર્ડ કરવામાં આવી શકે છે.
આ મેસેજ અંતર્ગત જો યૂઝર વૉઇસ મેસેજ કરે છે તો તે ઓટોમેટિક સેવ થઇ જશે. આને એવું સમજો કે જો તમે વૉઇસ મેસેજ રેકોર્ડ કરી રહ્યાં છો અને વચ્ચે જ કૉલ આવી જાય છે, તો તમારો મેસેજ જાતેજ સેવ થઇ જશે.
વૉટ્સએપને લગતી માહિતી આપનારી WABeta Info ની રિપોર્ટ અનુસાર વૉટ્સએપના એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.18.123 માં બન્ને નવા ફિચર આપવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -