શાઓમીના આ સ્માર્ટફોન પર લાગી શકે છે કાયમી પ્રતિબંધ, જાણો શું છે કારણ
આ ઉપરાંત કૂલપેડે પેટન્ટના ઉલ્લંધનનું કારણથી થનારા નુકસાનની ચૂકવણી કરવાની માગણી શાઓમીને કરી છે. જોકે આ પહેલીવાર નથી, જ્યારે શાઓમીએ કથિત પેટન્ટ ઉલ્લંધન વિરુદ્ધ કંપની પર કેસ કર્યો હોય. આ પહેલા જાન્યુઆરીમાં કૂલપેડએ શાઓમી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅહેવાલ અનુસાર, શાઓમી વિરુદ્ધ પેટન્ટ ચોરવાનો કેસ કરાયો છે. Coolpad શાઓમીના કેટલાક સ્માર્ટફોન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહી છે. આ સ્માર્ટફોન Mi Mix, Redmi Note5, Redmi Note4X, Mi 6, Mi Max2, Mi Note 3, Redmi 5 Plus અને Mi 5X છે.
નોંધનીય છે કે, બજેટ સ્માર્ટફોનથી શાઓમીને ટક્કર આપનારી કંપની Coolpadએ કંપનીને લીગલ નોટિસ ફટકારી છે. કૂલપેડે પોતાની સહાયક કંપની Yulong કોમ્પ્યૂટર ટેકનોલોજી દ્વારા શાઓમી વિરુદ્ઘ કેસ દાખલ કર્યો છે. આ કેસમાં શાઓમીના પોપ્યુલર Mi સ્માર્ટફોન પર બેન લગાવવાની માગણી કરાઈ છે.
નવી દિલ્હીઃ ચાઈનીઝ સ્માર્ટફોન નિર્માતા કંપની શાઓમી ભારતીય મોબાઈલ બજારમાં પ્રથમ ક્રમ પર આવી ગઈ છે. કંપની દરેક મહિને ભારતમાં પોતાનો એક નવો સ્માર્ટફોન લોન્ચ કરે છે અને સાથે જ તેની કિંમતનું પણ સંપૂર્ણ ધ્યાન રાખે છે. શાઓમીના જાણીતા સ્માર્ટપોનની કિંમત 20 હજાર રૂપિયાથી ઓછી છે. બીજી બાજુ શાઓમી પર પેટન્ટ ચોરીનો આરોપ લાગ્યો છે. જેના કારણે હવે શાઓમીના 5 સ્માર્ટફોનના પ્રોડક્શન પર જોખમ ઉભું થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -