ભૂલથી પણ ડાઉનલોડ ન કરો આ 'Whatsapp', થઈ શકે છે ભારે નુકસાન....
Malwarebytes Lab ના એક રિપોર્ટમાં આગળ જણાવ્યું છે કે એપમાં આવનારા મેસેજને છુપાવવા, મેસેજ ટાઈપ કરવા, ટેક્સ્ટ વાંચવા અને કોઈ પ્લે કરાયેલી વોઈસ ક્લિપને છુપાવવાનો પણ ઓપ્શન છે. જોકે, કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે આ એપ કઈ રીતે કામ કરે છે, અને કઈ રીતે ડેટા એકઠો કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપમાં એક મેસેજ લખ્યો હોય છે, “Please go to Google Play Store to download latest version”. આ ટેપ કર્યા પછી એપ અજીબ વેબસાઈટ પર લઈ જાય છે જેના પર કંઈક અરબી ભાષામાં લખ્યું હોય છે. આ એપ પર સતત અપડેટ માટે કહેવામાં આવે છે.
આ એપ Android/PUP.Riskware.Wtaspin.GB નું વેરિયન્ટ છે. આ એપ ફેક વોટ્સએપ રિસ્કવેર છે. આ લિંક દ્વારા શેર કરાયેલું ફેક વોટ્સએપ પ્લસ એક એપીકે ફાઈલ તરીકે ડાઉનલોડ અને ઈન્સ્ટોલ થાય છે. આ એપમાં એક URL અને હેન્ડલની સાથે ગોલ્ડ કલરનો એક વોટ્સએપ લોગો દેખાય છે. ‘Agree and Continue’ પર ક્લિક કરવાથી એપ આઉટ ઓફ ડેટ બતાવે છે અને તમને ઈન્સ્ટોલ અને અપડેટ કરવા માટે કહે છે.
મળતી માહિતી પ્રમાણે ઈન્ટરનેટ પર એક ખોટી વોટ્સએપ એપ જોવા મળી રહી છે. Malwarebytes Lab ના રિપોર્ટ મુજબ WhatsApp Plus નામની આ એપ યુઝર્સની ખાનગી માહિતીની ચોરી કરીને શેર કરે છે.
નવી દિલ્હીઃ સ્માર્ટફોનના વધતા ઉપયોગે તમારી દિનચર્યા તો સરળ કરી છે પરંતુ સતત વધી રહેલ હેકિંગની ઘટનાઓએ તમારી મુશ્કેલીમાં પણ વધારો કર્યો છે. બેન્કોની નકલી એપ વિશે તો તમે ઘણું બધું સાંભળ્યું હશે, તેમાં હેકર્સ યૂઝર્સની જાણકારી ચોરીને તેના એકાઉન્ટમાંથી રૂપિયા ઉડાવી લે જાય છે. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ઇન્સન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપની પણ નકલી એપ બજારમાં ઉપલબ્ધ છે. જો તમે આ એપ ડાઉનલોડ કરી લેશો તો તમે તમારી વ્યક્તિગત જાણકારી થર્ડ પાર્ટી શેર કરો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -