ક્યાં એટીએમ ચાલુ છે ને ક્યાં બંધ છે તે ઘેરબેઠાં જાણીને ધક્કા ખાવાથી બચો, જાણો કઈ રીતે ?
બીજી તરફ www.atmindia.com પર પણ એટીએમનું લોકેશન સર્ચ કરવાથી ઓલ અવર ઇન્ડિયાનાં તમામ એટીએમ વિગતો સાથે ઓનસ્ક્રીન જોઇ શકાશે.એટીએમ શોધવા માટે સમય બગાડતાં અને એટીએમ મળી ગયા પછી લાઇનમાં ઊભાં રહીને રોકડ ખલાસ થાય તો અન્ય વિકલ્પ શોધતા ખાતાધારકને આવી કડાકૂટમાં પડવાની જરૂર રહેશે નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક એટીએમમાં 100 રૂપિયાની નોટોથી 8 લાખ રૂપિયાથી ભરી શકાય છે. જેથી માત્ર 400 લોકોને એક એટીએમ સેવા આપી શકે. અમદાવાદમાં 15 હજારથી વધુ એટીએમ છે પણ આ સંજોગોના કારણે લોકોને રોકડ મળતી નથી ત્યારે લોકોએ ધક્કો ખાતા પહેલાં સમય શકિત, નાણાંના બચાવ માટે ઓનલાઇન એટીએમ સર્ચ કરવાં હિતાવહ છે.
મોબાઇલ કે કમ્પ્યૂટર પર એક જ ક્લિકથી એટીએમ ચાલુ છે કે કેમ વિસ્તાર-બેન્ક અને સરનામા સાથેની તમામ વિગતો ખાતાધારક સહેલાઇથી મેળવી શકશે. www.bankatmlocator.in વેબસાઈટ પરથી પણ એટીએમની સ્થિતિ જાણી શકાય છે. મોદી સરકાર દ્વારા 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો રદ કરાયાની જાહેરાત બાદ 9 અને 10 નવેમ્બર એમ બે દિવસ એટીએમ બંધ રહ્યાં હતાં. 11 નવેમ્બરે એટીએમ ખૂલતાંની સાથે લાંબી લાઇન અને સતત ઉપાડને કારણે એટીએમમાં રોકોડ ખલાઇ થઇ જતી હોવાના અનેક બનાવો બન્યા છે.
આ જ પેજ પર એટીએમની વિગત સામે Down click here પર વિકલ્પ આપ્યો હશે. તમે એટીએમ પર પહોંચો અને એટીએમમાં રોકડ ખલાસ થઇ ગઇ હોય અને Down ક્લિક કરે તો કંપનીને તુરત જ એલર્ટ મેસેજ મળી જશે. આ ઉપરાંત www.moneyarbor.com પર સિટી સિલેક્ટ કરવાથી બેન્કનું નામ, એટીએમ અને વિસ્તાર ઓનસ્ક્રીન થશે.
આ માટે વધારે મહેનત પણ નથી કરવાની. તમે www.atmfinder.cms.comની વેબસાઇટ ખોલીને સ્ટેટ અને સિટીનું નામ સિલેક્ટ કરશો એટલે તમારા શહેરનાં તમામ એટીએમનું લિસ્ટ સરનામા સાથે ઓન સ્ક્રીન થશે. આ પૈકી જેટલાં ચાલુ એટીએમ હશે તે પણ ઓનસ્ક્રીન દેખાશે.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કરી નાંખી તેના કારણે લોકો પરેશાન છે અને રોકડ રકમ મેળવવા દોડાદોડી કરી રહ્યા છે ત્યારે લોકોને રાહત થાય એવા સમાચાર છે. તમે ઘેરબેઠાં તમારી નજીક ક્યું એટીએમ છે તે જાણી શકો છો અને આ એટીએમ ચાલુ છે કે નહીં તે પણ ઓનલાઈન જોઈ શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -