વૉટ્સએપે લૉંચ કર્યું નવું વીડિયો કૉલિંગ ફિચર, વીડિયો કૉલિંગ કરવા શું કરવું જાણો
નવી દિલ્લીઃ જાણીતી એપ્લીકેશન વૉટ્સએપે પોતાનું નવું ફિચર લૉંચ કર્યું છે. આજથી 15 નવેંબરથી વૉટ્સએપ યૂઝર વીડિયો કૉલિંગ પણ કરી શકશે. વૉટ્સએપે પોતાના વીડિયો કૉલિંગ ફિચરને આજે ભારતમાં લૉંચ કર્યું હતું. હવે ભારતમાં વૉટ્સએપ યૂઝર વીડિયો કૉલિંગની પણ મજા માણી શકશે. આ ફિચરને યૂઝ કરવા માટે યૂઝરે પોતના વૉટ્સએપને અપડેટ કરવું પડશે. આ વીડિયો કૉલિંગ એવા લોકો જ કરી શક્શે જેમણે વૉટ્સએપ આ ફિચર સાથે અફડેટ કર્યું હશે.
આ સર્વિસ ગયા મહિને શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા આ ફિચરને બીટા વર્ઝન પર અપડેટ કરવામાં આવ્યુ હતું. હવે તેને આઇફોન,એન્ડ્રોઇડ અને વિંડોઝ યૂઝર માટે પણ શરૂ કરવામાં આવી છે.
વૉટ્સએપના જણાવ્યા અનુસાર ભારતમાં તેના 16 કરોડ યૂઝર્સ છે. આ વીડિયો કૉલિંગને ભારતના હિસાબે કામ કરવા ઓપ્ટિમાઇઝ કરાયું છે. ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં ઇન્ટરનેટ કનેક્શનમાં મુશ્કેલી આવી રહી છે. જેથી વીડિયો કૉલિંગ ફિચરમાં બરાબર કામ નથી કરી રહ્યું.