Jio 4G Phoneને ટક્કર આપવા માર્કેટમાં આવ્યો 299 રૂપિયાનો આ ફોન, જાણો ક્યાંથી ખરીદશો
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ જીઓએ પોતાના ફિચર ફોનની કિંમત 0 રૂપિયા રાખી છે. પરંતુ તેમાં શરત એટલી છે કે આ ફોન લેવા માટે તમારે 1500 રૂપિયાની સિક્યોરિટી આપવાની રહેશે. આ સિક્યોરિટી મની 3 વર્ષ પછી પાછી આપવામાં આવશે.
Detelનો આ ફિચર ફોન સિંગલ સીમ ફોન છે અને તેમાં ટોર્ચ પણ આપેલી છે. એન્ટરટેઈનમેન્ટ માટે તેમાં FM રેડીયો છે અને વાઈબ્રેશન મોડ તથા લાઉડ સ્પીકર જેવા ઓપ્શન પણ છે. જોકે આ ફોનની ડિલીવરીની સર્વિસ હાલમાં બધા પિનકોડ્સ પર ઉપલબ્ધ નથી. પરંતુ જો તમે તેમની ડિલીવરી તમારા એડ્રેસ પર થશે કે નહીં તે જાણવા માટે કંપનીની વેબસાઈટ પર જઈને તમારો પિનકોડ નાખીને જાણી શકો છો.
આ ફોન http://detel-india.com પરથી તમે ખરીદી શકો છો. ફોનને એકવાર ચાર્જ કરવાછી 15 દિવસ સુઘી સ્ટેન્ડબાય મોડ પર રાખી શકાય છે. ફોનના અન્ય ફિચર્સની વાત કરીએ તો તેમાં 1.44 ઈંચની બ્લેક એન્ડ વ્હાઈટ ડિસ્પલે આપેલી છે. ફોનમાં 650mAhની બેટરી પણ છે.
નવી દિલ્હીઃ Reliance Jioના ફોનને ટક્કર આપવા માટે ફોન બનાવતી કંપની Detelએ પોતાનો એક ફીચર ફોન લોન્ચ કર્યો છે. Detel ડી1ની કિંમત તેનું સૌથી મહત્ત્વનું ફીચર છે. તેની કિંમત 299 રૂપિયા છે. તે પણ હોમ ડિલીવરીની સાથે.