રિલાયન્સે LYF સિરીઝ અંતર્ગત લોન્ચ કર્યો C451 સ્માર્ટફોન, કિંમત 4,999 રૂપિયા
તેના કેમેરાની વાત કરીએ તો તેમાં 5-મેગાપિક્સલનો ઓટોફોકસ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જે એલઈડી ફ્લેશ સાથે આવેછે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 2-મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. LYF C451માં 2800mAhની લીથિયમ-આયર્ન બેટરી છે, જેના માટે કંપનીનું કહેવું છે કે, તેનો ટોક-ટાઈમ ક્ષમતા 4જી નેટવર્ક પર 12.5 કલાકની છે અને સ્ટેન્ડબાય ટાઈમ 240 કલાક છે. ઉપરાંત, વીડિયો પ્લેબેક 6 કલાક સુધી અને ઓડિયો પ્લેબેક 45 કલાકનો છે.
ફોનમાં ક્વાડ-કોર સેન્પડ્રેગન 210 MSM8909 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન 1 જીબી રેમ સાથે આવસે. તેમાં 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. યૂઝરની પાસે આ સ્ટોરેજને માઈક્રોએસડી કાર્ડની મદદથી 128 જીબી સુધી વધારવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન માર્શમૈલો ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત છે.
ફોનની કિંમત ઘણી ઓછી હોવાં છતાં કંપનીએ આ ફોનમાં અનેક શાનદાર ફીચર આપ્યા છે. સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 4.5-ઇંચનું એફડબલ્યૂવીજીએ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. તેની સ્ક્રીન રિઝોલ્યૂશન 480X854 પિક્સલનું છે. કંપનીએ તેના પર સુરક્ષા માટે 2ડી અસાહી ગ્લાસ આપ્યો છે.
નવી દિલ્હીઃ રિલાયન્સે પોતાનો સ્માર્ટફોન બ્રાન્ડ LYF અંતર્ગત એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ ફોનને કંપનીએ કનેક્ટ સીરીઝ અંતર્ગત LYF C451 નામથી લોન્ચ કર્યો છે. કંપનીએ હાલમાં તેને પોતની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કર્યો છે. લિસ્ટિંગમાં કંપનીએ આ ફોનની કિંમત 4999 રૂપિયા નક્કી કરી છે. આ ફોન રિલાયન્સ ડિજિટલ સ્ટોર્સ પર વેચાણ માટે ઉપલબ્ધ હશે. જોકે આ ફોન રિલાયન્સનો છે તો એ કહેવાની જરૂર નથી કે તેના પર તમે રિલાયન્સ જિઓની સુપરફાસ્ટ 4જી સર્વિસની મજા લઈ શકશો.