BSNLએ લોન્ચ કર્યો 499 રૂપિયામાં ફોન, સાથે મળશે 1 વર્ષ માટે કોલિંગ ઓફર
જો કે, BSNL એ તેની સાથે કોઇ મોબાઇલ ડેટા ઓફર રજૂ નથી કરી. આ ટેરિફ પ્લાનની કિંમત 153 રૂપિયા છે. Detel D1ની કિંમત 346 રૂપિયા છે અને આ રીતે આ ફીચર ફોનની કિંમત કુલ 499 રૂપિયા છે.
નવી દિલ્હીઃ ફીચર ફોન બનાવતી કંપની ડીટેલ મોબાઈલે સરકારી ટેલીકોમ કંપની બીએસએનલ સાથે ભાગીદારી કરી છે. આ ભાગીદારીની સાથે બીએસએનએલે ડીટેલની પેરન્ટ કંપની એસ. જી. કોર્પોરેટ મોબિલિટી પ્રાઈવેટ લિમિટેડની સાથે એક સમજૂતી કરી છે. આ સમજૂતી અનુસાર કંપનીએ અત્યાર સુધી સૌથી સસ્તો ફીચર ફોન ડીટેલ ડી1 લોન્ચ કર્યો છે. આ ઓફર 23 ડિસેમ્બર 2017થી મળવાની શરૂ થઈ ગઈ છે અને દેશભરના ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. Detel D1ની રિયલ કિંમત 346 રૂપિયા છે અને BSNL બંડલ ટેરિફ પ્લાનની સાથે આ ડિવાઇસ 499 રૂપિયામાં ખરીદી શકાશે.
153 રૂપિયાવાળા પ્લાનમાં કસ્ટમર્સને 153 રૂપિયાનો ટોક ટાઇમ મળશે. સાથે જ 15 પૈસા/મિનિટના દરથી BSNL ટુ BSNL વોઇસ કોલ અને BSNL થી અન્ય નેટવર્ક પર 40 પૈસા પ્રતિ મિનિટના દરે કોલ કરી શકાશે. આ ટોક ટાઇમ અને કોલિંગના ફાયદા 365 દિવસો સુધી મળશે. આ પ્લાનની સાથે જ 28 દિવસો માટે પર્સનલ રિંગ બેક ટોન ફ્રી મળશે.
Detel D1 ફીચર ફોનમાં 1.44 ઇંચનો મોનોક્રોમ ડિસ્પ્લે છે. આ ફોન GSM 2G નેટવર્ક પર કામ કરે છે. જો કે, આ ફીચર ફોન માત્ર સિંગલ સિમ સપોર્ટ કરે છે. આ ફોનની બેટરી 650 mAH છે અને તેમાં ટોર્ચ લાઇટ પણ છે. ફોનમાં ફોન બુક અને લાઉડ સ્પીકર પણ આપવામાં આવ્યું છે.