31 ડિસેમ્બર બાદ આ ફોન પર નહીં ચાલે WhatsApp
WhatsAppએ કહ્યું કે, 2018ના ડિસેમ્બર બાદથી જ તે ‘નોકિયા એસ40’ પ્લેટફોર્મ પર પણ કામ નહીં કરે. સાથે જ વર્ષ 2020ની 1લી ફેબ્રુઆરી બાદ આ એન્ડ્રોઈડ વર્ઝન 2.3.7 અથવા તેના જૂના વર્ઝન પર કામ કરવાનું બંધ કરી દેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppWhatsAppએ કહ્યું, અમે નવા ઓએસ વર્ઝનમાં અપગ્રેડ કરવાની ભલામણ કરીએ છીએ, જેમાં 4.0 અથવા તેના પછીનું એન્ડ્રોઈડ, 7 અથવા તેના પછીનું આઈઓએસ અથવા 8.1 અથવા તેના પછીનું વિન્ડોઝ વર્ઝન સામેલ છે, જેથી તમે WhatsAppનો ઉપયોગ કોઈપણ વિક્ષેપ વગર ચાલુ રાખી શકો.
કંપનીએ કહ્યું, આ પ્લેટફોર્મ્સ ભવિષ્યમાં અમારી એપના ફીચર્સને વધારવા માટે એ પ્રકારની ક્ષમતાઓ રજૂ નથી કરતી જેની એમને જરૂરત છે.
WhatsAppએ કહ્યું, અમે આ પ્લેટફોર્મ માટે સક્રિય રૂપથી હવે ડેવલપ નહીં કરીએ, જેથી કેટલાક ફીચર્સ કામ કરવાનું બંધ કરી દેશે.
કંપનીએ પોતાના સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપી છે. એક્સપ્રેસ ડોટ કો ડોટ યૂકે પર પબ્લિશ અહેવાલ અનુસાર, મેસેજિંગ એપ 31 ડિસેમ્બર 2017થી બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10, વિન્ડોઝ ફોન 8.0 અને અન્ય જૂના પ્લેટફોર્મ્સ પર ઉબલબ્ધ નહીં થાય.
જાણીતી મેસેજિંગ એપ WhatsApp 31 ડિસેમ્બેર બાદ અનેક પ્લેટફોર્મ્સ પર કામ કરવાનું બંધ કરી દેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -