ભારતમાં લોન્ચ થયો દુનિયાનો સૌથી નાનો ફોન !, જાણો કિંમત અને ખાસિયત
NanloPhone C ફોનના ફિચર્સની વાત કરીએ તો તેમાં બ્લૂટૂથ સપોર્ટ સાથે કોલ રેકોર્ડરનું ફીચર છે. મેજિક વોઈસ ફંક્શન છે જેનાથી અવાજ બદલીને વાત કરી શકાય છે. આ ફોનમાં એક હજાર કોન્ટેક્સ નંબર સ્ટોર કરી શકાય છે.
આ ફોન ત્રણ કલરમાં પ્લેટિનમ સિલ્વર, રોઝ ગોલ્ડ અને બ્લેક એંથ્રેસાઈડ કલર ઓપ્શનમાં ઉપલ્ધ છે.
આ NanloPhone C ની 1.0 ઈંચની ટીએફટી ડિસ્પ્લે આપવામાં આવી છે, વજન માત્ર 30 ગ્રામ છે. અને તેમાં Mediatek Mt626D પ્રોસેસર છે. 32 MB રેમ સાથે 32 MB ઈંટરનલ મેમોરી છે. જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 32જીબી સુધી વધારી શકાય છે. તેની બેટરી 280mAh છે જે ચાર કલાકનો ટોકટાઈમ આપે છે. જો કે કંપનીનો દાવો છે કે આ 4 દિવસ સ્ટેંડબાઈ બેકઅપ આપે છે.
આ ફોનની બેટરી 280mAh છે જે ચાર કલાકનો ટોકટાઈમ આપે છે. જો કે કંપનીનો દાવો છે કે આ 4 દિવસ સ્ટેંડબાઈ બેકઅપ આપે છે.
નવી દિલ્લી: દુનિયાનો સૌથી નાનો જીએસએમ ફોન ભારતમાં લોન્ચ થયો છે. રશિયાની કંપની Elari એ દાવો કર્યો છે કે આ દુનિયોનો સૌથી નાનો GSM ફોન છે. આ ફોનને માત્ર yerha વેબસાઈ પરથીજ ખરીદી શકાય છે. તેની કિંમત રૂપિયા 2999 છે.
આ ફોનનું નામ NanloPhone C છે અને તેમાં ઓછામાં ઓછા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની બોડી એલ્યૂમિનિયમની છે અને સિલિકોન કીપેડ આપવામાં આવ્યું છે. અગાઉ પણ કંપની આવો ફોન લોન્ચ કર્યો હતો.