ભારતમાં 15 નવેમ્બરે લોન્ચ થશે ફ્લિપકાર્ટનો પ્રથમ ફોન ‘બિલિયન કેપ્ચર +', આ છે દમદાર ખાસિયતો
ફ્લિપકાર્ટે પોતાના સ્માર્ટફોનનું નામ બિલિયન કેપ્ચર પ્લસ રાખ્યું છે. કારણ કે આ ફ્લિપકાર્ટની પ્રોડક્ટ છે તો એ અક્સક્લૂસિવ રીતે માત્ર તેની વેબસાઈટ પર જ મળશે. કંપની આ ફોનનું વેચાણ 15 નવેમ્બરથી શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ આ ફોનને પોતાની વેબસાઈટ પર લિસ્ટ કર્યો છે. પરંતુ હજુ સુધી કંપનીએ આ ફોનના સ્પેસિફિકેશન અને કિંમત વિશે કોઈ ખુલાસો કર્યો નથી.
ફ્લિપકાર્ટ પર તેની કેટલીક તસવીર જારી કરી છે, તેનો જોતા લાગે છે કે કંપની આ ફોનની સાથે પ્રીમિયમ સ્માર્ટફોન બજારમાં એન્ટ્રી કરવા જઈ રીહ છે. ફોન ખૂબ જ સ્લીક લાગે છે અને તેના રિયર પેનલ પર ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે, આ ફોનની કિંમત શું હશે.
વેબસાઈટ પર જાણકારી આપવામાં આવી છે કે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ સુપર નાઈટ મોડ, બોકે ઇફેક્ટ અને ડેપ્થ-ઓફ-ફિલ્ડ ફીચર્સની સાથે હશે. ઉપરાંત, આ સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરશે.
ફ્લિપકાર્ટના ટીઝર પેજ અનુસાર તેમાં અનલિમિટેડ ક્લાઉડ સ્ટોરેજ સુવિધા આપવામાં આવી છે. તેની સાથે જ મલ્ટી ટાસ્કિંગ માટે તેમાં પાવરફુલ પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે. તસવીરમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે આ સ્માર્ટફોનમાં પાછળની બાજુ ફિંગરપ્રિન્ટની સુવિધા છે. કહેવાય છે કે, તેમાં ફુલ એચડી ડિસ્પ્લે હશે જેનું રિઝોલ્યુશન 1920 x 1080 પિક્સલ છે. જણાવીએ કે, આ સ્માર્ટફોનની સાથે ફ્લિપકાર્ટની વેબસાઇટ પર જાહેરાત કરી છે કે કેટલાક ખાસ પાર્ટનર ઓફર્સ સાથે વેચાણ માટે ઉપલબ્ધ હશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઈકોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અત્યાર સુધી આઈફોનથી લઈને ચાઈનીઝ અને ભારતીય કંપનીઓના સ્માર્ટફોન વેચતી આવી રહી છે. પરંતુ હવે કંપની કંઈક નવું કરવા જઈ રહી છે. ફ્લિપકાર્ટ હવે ખુદ પોતાનો સ્માર્ટપોન લોન્ચ કરવા જઈ રહી છે.