Jioને ટક્કર આપવા Vodafoneએ લોન્ચ કર્યા બે પ્લાન, જાણો શું છે પ્લાન?
509 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસ રહશે. એટલે કે યૂઝરને 84જીબી ડેટા મળશે. જો યૂઝર પ્રતિદિન 1જીબી લિમિટ પાર કરશે તો ઈંટરનેટની સ્પીડ ઓછી થઈ જશે.
જ્યારે 509 રૂપિયાના રિચાર્જ પર અનિલિમિટેડ કોલિંગ અને 1જીબી ડેટા દરરોજ મળશે. દરેક પ્રીપેડ યૂઝર માટે અને 3G/4G બંને હેડસેટ પર લાગું રહેશે. સાથે રોમિંગ દરમિયાન પણ કોલ ફ્રી મળશે. આ પ્લાનમાં 458 રૂપિયાના પ્લાનની શરત લાગું પડશે.
અનલિમિટેડ કોલ માટે પણ વોડાફોન તરફથી શરત રાખવામાં આવી છે. યૂઝર એક દિવસમાં 250 મિનિટ સુધી કોલ કરી શકશે ત્યાં એક અઠવાડિયામાં 1000 મિનિટજ કોલ કરી શકે છે. જો તમે આ બન્ને શરત પૂરી કરી લેતા હોઉ તો તમને ફ્રી કોલ નહીં મળે. તેના સિવાય વોડાફોન પ્લેનું સબ્સક્રીપ્શન પણ આપશે.
જો રિલાયંસ જિયોની વાત કરીએ તો જિયો 459 રૂપિયાના પ્લાનમાં 84 જીબી ડેટા આપે છે. જેની વેલિડિટી 84 જીબી છે. ત્યાં જિયોના 399 રૂપિયાવાળા પ્લાનમાં 70 જીબી ડેટા 70 દિવસ સુધી પ્રતિદિન 1 જીબી ગ્રાહકને આપી રહ્યું છે.
ટેલીફોન કંપની વડાફોન જિયોને ટક્કર આપવા પાતોના પ્રીપેડ ગ્રાહકો માટે નવા પ્લાન લાવ્યું છે. આ પ્લાનમાં કંપની અનલિમિટેડ કોલ અને વધુ ડેટા આપી રહી છે. વોડાફોનના આ બે પ્લાન 458 રૂપિયા અને 509 રૂપિયાનાં છે જે 28 દિવસ નહીં પણ વધુ વેલિડિટી પણ આપવામાં આવી છે.
458 રૂપિયાના પ્લાનમાં તમામ પ્રીપેડ યૂઝર્સને 3G/4G બંને હેડસેટ પર 1 જીબી ડેટા પ્રતિદીન અને અનલિમિટેડ કોલિંગ મળશે. તેની સાથે 100 મેસેજ દરરોજ મળશે. આ પ્લાનની મર્યાદા 70 દિવસની છે.