WhatsApp પેમેન્ટ માટે આવ્યું નવું ફિચર Request Money, જાણો શું છે આ?
આ એક પેમેન્ટ સિસ્ટમ છે જેનું લાઇસન્સ NPCI (National Payment Corporation) બેન્કોને આપે છે. જેનાથી બેન્કો પોતાની એપમાં પૈસા ટ્રાન્સફર માટે NEFT, IMPSની સાથે જ UPI નો પણ ઓપ્શન આપે છે. આની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં એકાઉન્ટ નંબર વિના જ પૈસા ટ્રાન્સફર કે પેમેન્ટ કરી શકાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દુનિયાની સૌથી પૉપ્યૂલર મેસેજિંગ એપ વૉટ્સએપે પોતાના પેમેન્ટ ઓપ્શનમાં નવું ફિચર એડ કર્યું છે. હવે એપ યૂઝર્સ પોતાના મિત્રો, કૉન્ટેક્ટ્સથી પૈસા માટે રિકેવેસ્ટ કરી શકે છે. આ ફિચરનું નામ ‘Request Money’ આપવામાં આવ્યું છે. આ ફિચર અત્યારે એન્ડ્રોઇડ બીટા વર્ઝન માટે અવેલેબલ છે, એટલે જો તમારી પાસે એપનું બીટા ટેસ્ટર નથી તો તમારી એપમાં આ ફિચર હજુ દેખાશે નહીં.
શું છે યુપીઆઇ પેમેન્ટઃ- યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ એક એવી પેમેન્ટ સિસ્ટમ છે જેમાં તમે એકદમ આસાન રીતે કોઇપણ દેશમાં કોઇને પણ પૈસા ટ્રાન્સફર કરી શકો છો. આ યૂઝરના મોબાઇલ નંબરની મદદથી એકાઉન્ટની માહિતી એકઠી કરે છે. આમાં યૂઝર યૂનિક આઇડી બનાવીને પૈસા ટ્રાન્સફર કરી શકે છે.
પૈસા મોકલવા માટે તમારું યુપીઆઇ એકાઉન્ટ હોવું જોઇએ. જો આ નથી તો તમારે યુપીઆઇ એપ કે બેન્કની મદદથી યુપીઆઇ એકાઉન્ટ બનાવવું પડશે. અહીં યુપીઆઇ પિન નાંખીને તમે પેમેન્ટ પ્રૉસેસ પુરી કરી શકો છો.
આ રીતે કામ કરે છે વૉટ્સએપ પેમેન્ટઃ- સૌથી પહેલા નવા પેમેન્ટ ફિચર માટે એપના સેટિંગ ઓપ્શનમાં જાઓ, અહીં એડ એકાઉન્ટનો ઓપ્શન મળશે, તેના પર ક્લિક કરો, આના પર ક્લિક કરતાંજ તમને બેન્કોનું લિસ્ટ મળશે. અહીં તે બેન્ક સિલેક્ટ કરો જેમાં તમારુ એકાઉન્ટ એડ કરવાનું છે. બેન્ક પર ક્લિક કરતાં જ તમારા એકાઉન્ટની માહિતી સ્ટૉર કરી લેશે. યાદ રહે તમારું એકાઉન્ટ મોબાઇલ નંબરથી લિંક હોવું જોઇએ.
વૉટ્સએપ પે કૉન્ટેક્ટ્સને UPI એડ્રેસ કે QR કૉડની મદદથી પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા આપે છે. આ નવું રિક્વેસ્ટ મની ફિચર એન્ડ્રોઇડના v2.18.113 બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ નવા ફિચરની મદદથી તમે તમારા કૉન્ટેક્ટ્સથી પૈસા માંગી શકશો પણ ખાસ વાત એ છે કે આ પૈસાની ચૂકવણી યુપીઆઇ આઇડી અને QR કૉડ દ્વારા થશે. ડાયરેક્ટ કૉન્ટેક્ટને પૈસા ટ્રાન્સફર નહીં કરી શકાય. આ યુપીઆઇ બેસ્ટ પેમેન્ટ સિસ્ટમ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -