✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ટિંડરની જેમ હવે ફેસબુક પણ શોધશે તમારા માટે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ, લૉન્ચ થયું ડેટિંગ ફિચર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 May 2018 12:43 PM (IST)
1

2

અત્યારે આનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને બાદમાં તેમાં વધુ એક ફિચર આપવામાં આવશે. કંપની આને યૂઝરની પ્રૉફાઇલમાં એડ ક્યારે કરશે તેની કોઇ માહિતી આપવામાં આવી નથી, પણ શક્યતા છે કે આગામી થોડાક દિવસોમાં આને રૉલઆઉટ કરી દેવામાં આવશે.

3

ફેસબુક અનુસાર, લોકો હજુ પણ ફેસબુકને નવા લોકો સાથે મળવા માટે યૂઝ કરે છે અને કંપની આ અનુભવને વધુ બેસ્ટ બનાવવા માગે છે. આ નવા ફિચર અંતર્ગત યૂઝર્સને ફેસબુક પ્રૉફાઇલથી અલગ ડેટિંગ પ્રૉફાઇલ બનાવવાનો ઓપ્શન મળશે અને આમાં તેમને પ્રેફરન્સ અંતર્ગત સંભવિત મેચ વિશે બતાવવામાં આવશે. આમાં કૉમન ઇન્ટરેસ્ટના આધાર પર લોકો એકબીજા સાથે જોડાઇ શકશે.

4

આનાથી તમારા ફેસબુક ફ્રેન્ડ નહીં જાણી શકે કે તમે આ ડેટિંગ પ્રૉફાઇલ યૂઝ કરી રહ્યાં છો, પણ તમને એવા લોકોનું જ સજેશન મળશે જે આ ફિચર યૂઝ કરી રહ્યાં છે. અત્યારે એ સ્પષ્ટ નથી કે ફ્રેન્ડલિસ્ટમાં જો કોઇ આને યૂઝ કરી રહ્યું છે તો તેનું સજેશન મળશે કે નહીં.

5

ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે અમેરિકાના સાન હૌજેમાં ચાલી રહેલી F8 ડેવલપર કૉન્ફરન્સના કીનોટ સ્પીચમાં ડેટિંગ સર્વિસ લાવવાની વાત કહી, તેમને ફેસબુક પર ડેટિંગ ફિચરની જાહેરાત કરતાં કહ્યું કે આ માત્ર શોર્ટ ટર્મ રિલેશન્સ માટે જ નથી, પણ આ અસલી અને લાંબા સમય સુધી ચાલવાવાળા રિલેશન માટે છે.

6

માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે આ ડેટિંગ ફિચર ફેસબુકની મેન એપની અંદર હશે અને આ ઓપ્શનલ હશે જો તમે આનો યૂઝ કરવા માંગો તો કરી શકશો, આ જરૂરી નથી. તેમને એ પણ કહ્યુ છે કે આને અમે પહેલાથી પ્રાઇવસી અને સેફ્ટીને ધ્યાનમાં રાખીને બનાવી છે.

7

નવી દિલ્હીઃ ફેસબુકે પોતાની વાર્ષિક ડેવલપર કૉન્ફરન્સ F8 માં કેટલીયે મોટી જાહેરાતો કરી છે. પ્રૉડક્ટ્સ અને સર્વિસ પણ લૉન્ચ કરવામાં આવી છે. તેમાંથી એક છે ડેટિંગ સર્વિસ. ફેસબુક હવે પોતાની નવી ડેટિંગ સર્વિસની સાથે ટિન્ડર જેના ડેટિંગ એપ્સને ટક્કર આપશે.

  • હોમ
  • ગેજેટ
  • ટિંડરની જેમ હવે ફેસબુક પણ શોધશે તમારા માટે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ, લૉન્ચ થયું ડેટિંગ ફિચર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.