આખેઆખું બદલાઇ જશે ફેસબુક મેસેન્જર, મળશે ડાર્ક મૉડ, જાણો આ નવા ફિચર વિશે
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હી: ફેસબુક મેસેન્જર હવે સંપૂર્ણ રીતે બદલાઈ જશે. કંપની હવે ફેસબુક મેસેન્જરને રિડિઝાઈન કરી રહી છે. આ મેસેન્જર સિંપલ અને ક્લીન હશે જે પહેલા કરતા સારો અનુભવ આપશે. મેસેન્જરનું લે આઉટ બદલવામાં આવ્યું છે. કંપનીએ પોતાની વાર્ષિક ડેવેલપર કૉન્ફ્રેન્સ એફ8 માં આ અંગે જાહેરાત કરી છે.
જો કે મેસેન્જરમાં કરવામાં આવેલા ફેરફારનો લાભ તમને હાલમાં નહીં મળે. તેના માટે હજુ રાહ જોવી પડશે. કંપનીએ કહ્યું કે જલ્દી જ યૂઝર્સ માટે જાહેર કરવામાં આવશે,
F8 ડેવેલપર કૉંન્ફ્રેન્સની કીનોટ સ્પીચ દરમિયાન ફેસબુકના સીઈઓ માર્ક ઝૂકરબર્ગે કહ્યું કે, યૂઝર્સ જ્યારે મેસેજ કરે છે ત્યારે તેને સિંપલ અને ફાસ્ટ અનુભવ જોઈએ છે, તેથી આ તમામ વાતોને ધ્યાનમાં રાખીને મેસેન્જરને રીડિઝાઈન કરવામાં આવ્યું છે. આ વખતે કંપનીએ તેને સિંપલ અને ક્લિન રાખવાનો પ્રયત્ન કર્યો છે.
મેસેન્જરમાં આપવામાં આવેલા કેમેરા એપમાં ઓગ્મેંટડ રિયાલિટીનો સપોર્ટ વધુ સારો આપવાની આશા છે. ખાસ વાત આ છે કે મેસેન્જરમાં ડાર્ક મોડ પણ આપવામાં આવશે જે ઘણા લોકોનું મનપંસદ હોય છે. ફેસબુક મેસેન્જરમાં છેલ્લા કેટલાક સમયથી અલગ ફીચર્સ અને પેજ યૂઝર્સને પરેશાન કરે છે તેથી આ કંપની હવે તેને સિમ્પલ અને ક્લિન બનાવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -