હવે નહીં રહે ડેટા લીકની ચિંતા! Facebook લાવશે આ નવું દમદાર ફીચર્સ
તેની સાથે જ ફેસબુક એક પોર્ટેબલ હેડસેટ લોન્ચ કરવાની તૈયારીમાં છે, જેના દ્વારા વર્ચ્યુઅલ રિયાલિટીને માસ લેવલ સુધી હકીકત બની જશે અને તેનાથી વર્ચુઅલ રિયાલિટીની દુનિયામાં મોટો ફેરફાર આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝકરબર્ગે કહ્યું કે આ ફીચરને બનાવતી વખતે પહેલેથી જ પ્રાઇવસી અને સિકયોરિટીનું ધ્યાન રાખવામાં આવશે. જો કે તેમણે હજી એ નથી કહ્યું કે યૂઝર્સને આ ફીચર કયારે મળશે. માનવામાં આવી રહ્યું છે કે, થોડા જ મહિનામાં તે બજારમાં આવી જશે.
ઉપરાંત ફેસબુક એક ડેટીંગ ફીચર લોન્ચ કરશે. માર્ક ઝકરબર્ગે આની જાણકારી આપતાં કહ્યું કે નવું ટૂલ માત્ર લોકોને જોડવાનું કામ જ નહીં કરે પરંતુ મિનીંગફૂલ લોન્ગ ટર્મ રિલેશનશિપ બનાવવામાં પણ મદદ કરશે.
ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે આ કોન્ફરન્સની શરૂઆત પહેલા એક જોરદાર ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી. જેમાં યુઝર્સ પોતાના ફેસબુકની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને સરળતાથી ડિલિટ કરી શકે છે. એફ૮ ડેવલોપર્સ કોન્ફરન્સની શરૂઆત પહેલા ઝકરબર્ગે કહ્યું કે, બ્રાઉઝરમાં તમને પોતાની હિસ્ટ્રી અને કુકીઝને ડિલિટ કરવાનું ઓપ્શન મળે છે. અમે પણ આવું ફેસબુક માટે બનાવી રહ્યાં છે. જેનાથી તમે પોતાના ફેસબુક એકાઉન્ટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીન ડિલિટ કરી શકો છો.
મંગળવારે ફેસબુકની વાર્ષિક એફ૮ ડેવલપર કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં ફેસબુક પોતાના યૂઝર્સ અને એપ ડેવલોપર્સ માટે ઘણાં રસપ્રદ ફીચર્સ રજૂ કરશે. આ કોન્ફરન્સમાં ખાસ ધ્યાન યૂઝર્સના ડેટા લીક અને તેમની પ્રાઇવસીની સુરક્ષા કરવાનું છે.
નવી દિલ્હીઃ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કહ્યું કે, કંપની એક એવા ફીચર પર કામ કરી રહી છે જે યૂઝર્સને તેની બ્રાઉઝિંગ હિસ્ટ્રી ક્લિયર કરવાની મંજૂરી આપશે, જેના દ્વારા તે સોશિયલ મીડિયા સાઇટ ફેસબુક પરથી પોતાની બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલીટ કરી શકશે અને તેના દ્વારા લિંક ક્લિકને આગળ ઉપયોગ કરતાં રોકી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -