ફેસબુકમાં આવશે 'things in common' ફિચર, લોકોને કૉમેન્ટમાં દેખાશે આ નવી વસ્તુ
નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક એક નવુ ફિચર લાવવની તૈયારીમાં છે. કંપની અનુસાર ફેસબુકમાં થિંગ્સ ઇન કૉમન નામના આ એક નવા ફિચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે, જે લોકોને કૉમેન્ટમાં દેખાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુકે કહ્યું કે, જો હાલમાં આ ફિચરને કેટલાક અમેરિકન યૂઝર્સને ટેસ્ટિંગના રૂપમાં આપવામાં આવ્યું છે. ફેસબુક અનુસાર આ ફિચરનો હેતુ લોકોને તેની દિલચસ્પી પ્રમાણે જોડવાનું છે. હાલ આના વિશે વિસ્તારમાં કોઇ માહિતી નથી આપવામાં આવી.
ફેસબુક સાથે જોડાયેલી બીજા સમાચારની વાત કરીએ તો એપલે પોતાના એપ સ્ટૉરમાંથી ફેસબુકના VPN એપ હટાવવાનું દબાણ કર્યુ ત્યારબાદ ફેસબુકે આને હટાવી લીધું હતું. આ એપ પર આરોપ હતો કે આ એપલની ગાઇડલાઇને ફોલો ન હતું કરતુ અને યૂઝરનો ડેટા કલેક્ટ કરતું હતું.
રિપોર્ટ્સ અનુસાર, થિંગ્સ ઇન કૉમનનુ લેબલ પબ્લિક કૉમેન્ટ્સમાં દેખાશે. ઉદાહરણ તરીકે કોઇએ ફેસબુક પેજની કોઇ પૉસ્ટ તમે કૉમેન્ટ કરી છે અને કેટલાય લોકોએ પણ કૉમેન્ટ કરી છે. જો આ પૉસ્ટની કૉમેન્ટમાં બીજો કોઇ યૂઝર કૉમેન્ટ કરી રહ્યો છે અને તે તમારી કૉલેજ કે ઓફિસમાંથી જ છે, તો તમને લેબલ મારફતે માહિતી આપવામાં આવશે. તમારો કોઇ મ્યૂચ્યૂઅલ ફ્રેન્ડ ના હોય તો પણ તમને જણાવવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -