સપ્ટેમ્બરમાં એપલ લૉન્ચ કરશે ત્રણ નવા આઇફોન, લીક થઇ ત્રણેય મૉડલની કિંમતો, જાણો વિગતે
નોંધનીય છે કે, એપલે iPhone 9ની LCD સ્ક્રીન માટે LG સાથે પાર્ટનરશિપ કરી છે. તાજેતરમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, LCD સ્ક્રીનમાં LED વેબલાઇટ લીકેઝનો પ્રૉબ્લેમ આવી રહ્યો છે, જેના કારણે આના પ્રૉડક્શનનું કામ અટકી ગયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, iPhone XS અને iPhone XS Plus ની એસેમ્બલિંગ પણ શરૂ થઇ ચૂક્યું છે, પણ iPhone 9 ની એસેમ્બલિંગનું કામ સપ્ટેમ્બરમાં જ શરૂ થશે.
ધ ઇન્ક્વાયરર વેબસાઇટે જર્મનીના એક ન્યૂઝ પેપર મેસરકૉફના રિપોર્ટનો હવાલો આપીને કહ્યું કે, નવા iPhonesની પ્રી-બુકિંગ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે, જ્યારે આ મૉડલ્સને કંપની 12 સપ્ટેમ્બરે લૉન્ચ કરી શકે છે.
નોંધનીય છે કે, એપલના નવા મૉડલની આ કિંમતો મિંગ-ચી કુઓના રિપોર્ટમાં દર્શાવવામાં આવી હતી, પણ કંપનીએ સત્તાવાર રીતે કોઇ માહિતી આપી નથી.
તથા iPhone XS Plusમાં 6.5 ઇંચની OLED ડિસ્પ્લે હશે અને તેની કિંમત 999 ડૉલર (લગભગ 68,300 રૂપિયા) હશે.
5.8 ઇંચની OLED વાળા iPhone XSની કિંમત 700-800 ડૉલર (લગભગ 48,000-54,700 રૂપિયા) હશે.
એપલના નવા આઇફોન મૉડલ્સની કિંમતો પણ કેટલીક વેબસાઇટ્સ પર લીક થઇ છે, આ લીક અનુસાર, 6.1 ઇંચની LCD વાળા iPhone 9 ની કિંમત 600-700 ડૉલર (લગભગ 41,000-48,000 રૂપિયા) હશે.
નવી દિલ્હીઃ એમેરિકન ટેક કંપની એપલ સપ્ટેમ્બર મહિનામાં પોતાના નવા 3 આઇફોન મૉડલ્સ લૉન્ચ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આમાં આઇફોનમાં iPhone 9, iPhone XS અને iPhone XS Plus સામેલ છે. કંપનીએ આ ત્રણેય મૉડલમાં નવી ટેકનોલૉજી અને હાઇટેક ફિચર એડ કર્યા છે, હવે આ ત્રણેય આઇફોનની કિંમતો એક ચાઇનીઝ વેબસાઇટ પર લીક થઇ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -