ફેસબુક ટૂંકમાં લોન્ચ કરશે વીડિયો ચેટ પ્રોડક્ટ, આ હશે ખૂબીઓ
‘પોર્ટલ’માં એક સ્ક્રીન લાગેલી હશે, જેનાથી તમે વીડિયો કૉલ કરી શકશો. આ સાથે તેની પર ગીત અને વીડિયો પણ જોઈ શકશો. તેમાં એક વાઇડ એન્ગલ લેન્સ પણ હશે, જે લોકોનો ચહેરો ઓળખી તેને ફેસબુક એકાઉન્ટ સાથે જોડશે.
‘પોર્ટલ’ એમઝોનના એકો શો અને ગૂગલ અસિસ્ટન્ટથી ચાલતા 4 સ્માર્ટ સ્પીકર્સને ટક્કર આપશે, જેણે આ અઠવાડિયે સીઈએસ 2018 (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો)માં સોની, સેમસંગના નિયંત્રણ હેઠળની જેબીએલ, એલજી અને લેનોવોને લૉન્ચ કર્યું હતું.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ફેસબુક આ ડિવાઇસને 499 ડોલર (લગભગ 31,800 રૂપિયા)માં વેચશે, જે ઑનલાઇન અને ઑફલાઇન બંને સ્ટોર્સ પર ઉપલબ્ધ હશે.
ઓનલાઈન ન્યૂઝ નેટવર્ક ચેડ્ડર પર બુધવારે પ્રકાશિત એક અહેવાલ અનુસાર, પોર્ટલ ફેસબુકની ગુપ્ત બિલ્ડિંગ 8 લેબમાંથી નીકળેલી સંપૂર્ણ પ્રોડક્ટ હશે, જે મેમાં લોન્ચ કરવામાં આવશે. ફેસબુકની એફ8 ડેવલેર કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવી શકે છે. એવી આશા વ્યક્ત થઈ રહી છે કે, આ દરમિયાન આ પ્રોડક્ટ લૉન્ચ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ફેસબુક હાર્ડવેર પ્રોડક્ટના બજારમાં ઉતરવાની યોજના બનાવી રહ્યું છે અને મેમાં હોમ વીડિયો ચેટ પ્રોડક્ટ ઉતારશે જેનું નામ ‘પોર્ટલ’ હશે. આ પ્રોડક્ટ એમેઝોનના ઈકો શો અને ગૂગલ અસિસ્ટન્ટ-સંચાલિત ટચસ્ક્રીન સામે ટક્કર આપશે.