ફેસબુકના આ નવા ફીચરથી તમારો ડેટા રહેશે સુરક્ષિત
થર્ડ પાર્ટી એપ્સને ફેસબુકથી બલ્કમાં હટાવવા માટે મતારે સેટિંગ્સમાં જવાનું રહેશે. અહીં એપનું ઓપ્શન બતાવશે જ્યાં ક્લિક કરતાં જ તમને એ એપ્સ બતાવશે જેને તમે તમારા ફેસબુક સાથે લિંક કરી છે. તમે કદાચ એપ્સની યાદી જોઈને હેરાન થઈ શકો છો. કારણ કે ઘણી વખત યૂઝર્સ અજાણતા જ એપ્સને પરમિશન આપી દેતા હોય છે. પરંતુ હવે તમે અહીંથી અનેક એપ્સ સિલેક્ટ કરી શકો છો. સિલેક્ટ કર્યા બાદ તમને પૂછવામાં આવશે કે શું તમે આ એપ્સ દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલ પોસ્ટ, તસવીર અને વીડિયોઝને ડિલિટ કરો કે નહીં.
જો તમે ફેસબુકથી થર્ડ પાર્ટી એપ અથવા વેબસાઈટને હટાવો છો તો અહીં એક મેસેજ દેખાશે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો તમે એપ્સને હટાવો છો તો તે ખુદની પાસે રહેલ તમારું એકાઉન્ટ અને એક્ટિવિટી ડિલીટ કરી શકે છે. તેની સાથે જ તે એપ્સ ફેસબુકથી તમારી જાણકારી માગવ માટે રિક્વેસ્ટ પણ નહીં કરી શકે. પરંતુ તમે પહેલા જે જાણકારી તેની સાથે શેર કરી છે તે તેની પાસે રહેશે.
ફેસબુકે હવે થર્ડ પાર્ટી એપ્સને હટાવવા માટે એક નવા ફીચરની શરૂઆત કરી છે. એપ હટાવવાનું ફીચર પહેલા પણ હતું પરંતુ હવે કંપની બલ્ક એપ હટાવવાનું ફીચર લાવી છે એટલે કે હવે તમે એક સાથે જ બધી એપ હટાવી શકો છો. ફેસબુકમાંથી એપ હટાવવવાનો મતલબ તમે એ એપ સાથે તમારે ફેસબુક પર્સનલ ડેટા શેર કરવાનું બંધ કર્યું છે.
નવી દિલ્હીઃ ફેસબુક અને તેના સીઈઓ માર્ક ઝકરબર્ગ સતત વિવાદોમાં ઘેરાઈ રહ્યા છે અનેતેનું કારણ છે ડેટા લીક. તેના માટે કમ્બ્રિજ એનાલિટિકાને જવાબદાર ગણાવવામાં આવી રહી છે કે તેણે ડેટાનો ખોટો ઉપયોગ કર્યો છે. ફેસબુક પર થર્ડ પાર્ટી એપ્સની ભરમાર ચે જેથી તમે ફેસબુક લોગઇન ટીડેલ્સનો ઉપયોગ કરી શકો ચો અને તેની સાથે જ આ એપને તમે એ વાતની પણ મંજૂરી આપો છો કે તે તમારા ડેાનો પોતાની મરજી પ્રમાણે ઉપયોગ કરી શકશે.