FB પર આવ્યું આ કામનું ફિચર, એક ક્લિકથી વૉટ્સએપ સાથે જોડાઇ જશે ફેસબુક
નવી દિલ્હીઃ ફેસબુક પર હવે યૂઝર્સ માટે એક કામનું ફિચર આવી ગયું છે, જો તમે ફેસબુક યૂઝ કરતાં હોય તો હવે તમે પોતાની એડની મદદથી વધારે લોકોને જોડી શકશો. ફેસબુકે પોતાના પ્લેટફોર્મ પર Click-to-WhatsApp લૉન્ચ કર્યું છે, જે એડ આપનારાઓને એક અરબથી વધારે વૉટ્સએપ યૂઝર્સ સાથે જોડશે.
કંપનીએ ટેલક્રંચને જણાવ્યું કે તે આ ફિચરને ધીમે ધીમે રિલીઝ કરી રહી છે જેમાં પહેલા ઉત્તર અને દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એશિયાના મોટાભાગના દેશોમાં લૉન્ચ કરવામાં આવશે. ફેસબુકના પ્રૉડક્શન મેનેજરે કહ્યું કે, મોટાભાગના લોકો પહેલાથી જ નાન વેપારમાં સંપર્ક માટે વૉટ્સએપનો યૂઝ કરી રહ્યાં છે, આ સંપર્કમાં રહેવાનો ઝડપી અને આસાન રસ્તો છે. તેમને કહ્યું, ફેસબુક જાહેરાતો પર Click-to-WhatsApp બટન આવવાથી હવે લોકોને પોતાના પ્રૉડક્શન સાથે જોડવામાં આસાની રહેશે.
ફેસબુક ક્લિક-ટુ-વૉટ્સએપ બટન એડમાં આપવામાં આવશે, એ બટન દ્વારા વૉટ્સએપ- ફેસબુક સૉશ્યલ પ્લેટફોર્મ એકસાથે જોડાઇ જશે. ફેસબુકના બે અરબથી વધુ યૂઝર્સ છે. આમાં આ ફિચરથી એડવર્ટાઇઝર્સ પોતાની એડમાં એક બટનને જોડી શકશે, જેની મદદથી એડ જોવાવાળા યૂઝર્સ વૉટ્સએપ કૉલ કે મેસેજ દ્વારા એડવર્ટાઇઝર સાથે જોડાઇ શકશે.