એરટેલ પર આધાર કાર્ડનો દુરુપયોગનો આરોપ, UIDAIએ e-KYC વેરિફિકેશન પર લગાવી રોક
એરટેલના ઈ-કેવાઈસી લાઈસન્સ રદ્દ થવાથી એરટેલના ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે જો તે પોતાનો આધાર મોબાઈલ નંબર સાથે લિંક કરવા માગે છે તો માત્ર આધાર એનરોલમેંટ સેંટર ઓફીસ જઈનેજ લિંક કરાવી શકશે. જો કે આ પ્રતિબંધ કેટલા સમય સુધી રહેશે તેની સ્પષ્ટતા UIDAIએ કરી નથી.
UIDAI એ આ કાર્યવાહી ભારતી એરટેલ પર આધાર e-KYC બેસ્ટ સિમ કાર્ડ વેરિફિકેશન પ્રકિયાનો કથિત દુરુપયોગના આરોપોને કારણે કરી છે. આરોપ છે કે એરટેલે પોતાના ગ્રાહકોની સહમતિ લીધા વિનાજ તેના બેન્ક ખાતા ખોલી દીધા છે. જ્યારે ગ્રાહકો બેસ્ડ E-KYC માટે આવતા હતા. આ સાથે જ UIDAIએ આ આરોપો પર ગંભીર આપત્તિ દર્શાવી છે કે કંપનીએ આ પેમેન્ટ બેન્ક ખાતાને એલપીજી રસોઈ ગેસ સબસિડી મેળવવા માટે સંલગ્ન કરવામાં આવી રહ્યા છે.
સુત્રો અનુસાર UIDAIએ એક આદેશમાં કહ્યું કે, ભારતી એટરેલ લિમિટેડ અને એરટેલ પેમેન્ટ્સ બેન્કની e-KYC લાઈસન્સને તાત્કાલિત પ્રભાવથી રદ કરવામાં આવે છે. તેનો મતલબ છે કે એરટેલ હાલમાં પોતાના ગ્રાહકોના સિમ કાર્ડને તેમના આધાર સાથે જોડવા માટે UIDAIની E-KYC પ્રક્રિયાનો ઉપયોગ નહીં કરી શકે. આ સાથે જ એરટેલ પેમેન્ટ્સ બેન્ક આધાર E-KYC દ્વારા નવા એકાઉન્ટ્સ પણ નહીં ખોલી શકે. જો કે તેના માટે અન્ય ઉપલબ્ધ માધ્યમોને ઉપયોગ કરી શકાશે.
નવી દિલ્લી: આધાર કાર્ડ જાહેર કરનાર UIDAI કંપનીએ એરટેલ અને એરટેલ પેમેન્ટ બેન્ક દ્વારા પોતાના બેન્ક ગ્રાહકો અને સિમ કાર્ડના આધારનું e-KYC વેરિફિકેશન પર અસ્થાયી રીતે પ્રતિબંધ લગાવી દીધો છે. એરટેલ અને એરટેલ પેમેન્ટ્સ બેન્ક હવે E-KYC દ્વારા પોતાના મોબાઈલ ગ્રાહકોના સિમ કાર્ડને આધાર કાર્ડ આધારિત વેરિફિકેશન નહીં કરી શકે.