ફેસબુકે કર્યો મોટો ખુલાસો, 2.9 કરોડ યૂઝર્સનો ડેટા થયો ચોરી
એફબીના જણાવ્યા પ્રમાણે, હેકર્સે યુઝર્સના યુઝરનેમ, લિંગ, ભાષા, રિલેશનશિપ, ધર્મ, જન્મદિવસ, એજ્યુકેશન અને છેલ્લે કઈ જગ્યાએ ફરવા ગયા હતા તે ડિટેલ્સ પણ ચોરી હતી. કંપનીએ તેમની પોસ્ટમાં જણાવ્યું છે કે, એફબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. અમે તેમને સપોર્ટ કરી રહ્યા છીએ. ગયા મહિને 5 કરોડ ફેસબુક યુઝર્સના એકાઉન્ટ હેક થયાની માહિતી મળી હતી. ત્યારપછી કંપનીએ વ્યૂ એજ ફિચર હટાવી દીધું છે. કંપનીનું કહેવું છે કે, હેકર્સે વ્યૂ એજ ફિચર દ્વારા ફેસબુક એક્સેસ ટોકન ચોરી કર્યા છે. તેના દ્વારા હેકર્સે અન્ય લોકોના એકાઉન્ટ હેક કરીને ડેટા ચોરી કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફેસબુકે સપ્ટેમ્બરમાં કહ્યું હતું કે, હેકર્સે 5 કરોડ યુઝર્સના એકાઉન્ટ હેક કરવાનો પ્રયત્ન કર્યો છે. ત્યાર પછી પ્રભાવિત થયેલા એફબી એકાઉન્ટ્સની ડિટેલ પણ માંગવામાં આવી હતી. સોશિયલ નેટવર્કિંગ પ્લેટફર્મ દ્વારા જાહેર કરવામાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે, હેકર્સે અંદાજે 1.5 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સની ચોરી કરી હતી. તે સિવાય 1.4 કરોડ યુઝર્સના નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ સિવાય તેમની પ્રોફાઈલ સાથે જોડાયેલી માહિતી પણ હેક કરવામાં આવી હતી.
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ Facebookએ એક બ્લોગ પોસ્ટમાં ખુલાસો કર્યો છે કે હેકર્સે વિતાલે મહિને અંદાજે 3 કરોડ યૂઝર્સના હેક કર્યા છે. આ 3 કરોડમાંથી અંદાજે 2.9 કરોડ યૂઝર્સને ફેસબુક એકાઉન્ટ ડેટા ચોરી થવાની વાત સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -