હવે ઇન્ટરનેટ વગર પણ જોઈ શકાશે Facebook વીડિયો, કંપનીએ શરૂ કર્યું ઓફલાઈન ફીચર
Facebook પહેલા ગૂગલના વીડિયો પ્લેટફોર્મ યૂ-ટ્યૂબ ઓફલાઇન ફીચર્સ શરૂ કરી ચૂક્યું છે. યૂટ્યૂબનું આ ફીચર પણ માત્ર એપ પર જ ઉપલબ્ધ છે. તે અંતર્ગત યૂઝર્સ વીડિયોને જોઈ અથવા તેના સ્ટ્રીમિંગ દરમિયાન ઓફલાઇન મોડમાં ડાઉનલોડ કરી શકે છે. Facebookનું ઓફલાઇન મોડ માત્ર 48 કલાક સુધી જ એક્ટિવ રહેશે જ્યારે યૂટ્યૂબમાં આ પ્રકારની કોઈ મર્યાદા નથી.
તેને અન્ય પ્લેટફોર્મ પર જોઈ નહીં શકાય અને શેર પણ નહીં કરી શકાય. જોકે આ ઓફલાઈન વીડિયો ડાઉનલોડ કર્યાના 48 કલાકની અંદર જ જોઈ શકાશે. ત્યાર બાદ વીડિયો આપોઆપ ડિલીટ થઈ જશે.
Facebook એન્ડ્રોઈડ એપના નવા અપડેટમાં આ ફીચર એડ કરવામાં આવ્યું છે. તેની મદદથી કોઈ ફેસબુક વીડિયો પોસ્ટને ડ્રોપડાઉન મેન્યૂમાં સેવ વીડિયોનો એક વિકલ્પ મળશે. ફેસબુકે એ પણ વિશ્વાસ અપાવ્યો છે કે, ડાઉનલોડ કરવામાં આવેલ વીડિયો ફેસબુક એપમાં જ સ્ટોર થશે.
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા વેબસાઇટ Facebookએ પોતાના યૂઝર્સને મોટી ગિફ્ટ આપી છે. હવે ફેસબુક યૂઝર ઇન્ટરનેટ વગર પણ વીડિયો જોઈ શકે છે. તેના માટે કંપનીએ ઓફલાઈન વીડિયો ફીચરની શરૂઆત કરી છે. આ ફીચરની મદદથી યૂઝર વીડિયો ડાઉનલોડ કર્યા બાદ જોઈ શકશે. કંપની અનુસાર એન્ડ્રોઇડ એપના લેટેસ્ટ વર્ઝન પર ઓફલાઇન વીડિયો ફીચરની શરૂઆત કરવામાં આવી છે.