ફીચર ફોન યૂઝર્સ પણ ઉપયોગ કરી શકશે Airtel પેમેન્ટ્સ બેંક, જાણો કેવી રીતે
તેવી જ રીતે આઈવીઆર પણ કામ કરશે. તેના માટેતમારે મોબાઈલથી 400 ડાયલ કરવાનું રહેશે અને ત્યાર બાદ નિર્દેશોને ફોલો કરવાના રહેશે. ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે 11 કંપનીઓને પેમેન્ટ બેંક શરૂ કરવાની મંજૂરી આપી હતી. જ્યારે જમા રકમ પર આ બેંક અંદાજે 7 ટકાની આસપાસ વ્યાજ આપી રહી છે.
એમપિન દ્વારા જ તમે યૂએસએસડી પ્લેટફોર્મ પર તેનો ઉપયોગ કરી શકશો. તેમાં તમે બેલન્સ ચેક, ટ્રાન્સફર્સની સુવિધા મળશે. જ્યારે સુરક્ષાને ધ્યાનમાં રાખતા એમપિન નાંખ્યા વગર કોઈપણ ટ્રાન્ઝેક્શન નહીં થાય. જેના ખાતામાં તમારે રકમ ટ્રાન્સફર કરવી છે તેનો મોબાઈલ અથવા ખાતા નંબર નાંખીને તમે ટ્રાન્ઝેક્શન પૂરું કરી શકો છો.
તમારે પહેલા મોબાઈલથી *400# ડાયલ કરવાનું રહેશે. સેન્ડ બટન દબાવતા જ તમારી પાસે એમપિન ક્રિએટ કરવાનો મેસેજ આવશે. રૂપિયા ટ્રાન્સફર કરવા માટે આ ખૂબ જ સરળ રીત છે. જ્યારે તેનો ઉપયોગ સ્માર્ટફોન યૂઝર્સ પણ કરી શકે છે અને આ ઇન્ટરનેટ વગર પણ કામ કરશે.
એરટેલ પેમેન્ટ્સ બેંકનો ઉયોગ માત્ર સ્માર્ટફોન યૂઝર્સ જ નહીં પણ ફીચર ફોન યૂઝર્સ પણ કરી શકશે. ફીચર ફોન યૂઝર્સ યૂએસએસડી કોડ દ્વારા નાણાંકીય અને નોન-ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરી શકાશે. તેનો ઉપયોગ ફીચર ફોન યૂઝર્સ *400# નંબર ડાયલ કરીને કરી શકે છે. જ્યારે કોઈ એરટેલ પેમેન્ટ્સ બેંકથી તમારી અન્ય એરટેલ પેમેન્ટ્સ બેંકને ફ્રીમાં રૂપિયા ટ્રાન્સફર કરી શકો છો. પેમેન્ટ્સ બેંક માટે USSD અને IVR બન્નેની સુવિધાઓ ઉપલબ્ધ હશે. આગળ વાંચો કેવી રીતે કરશો ઉપયોગ.