facebook બાળકો માટે લાવશે નવી એપ ‘LOL’, જાણો તેમા શું હશે ખાસ
નવી દિલ્હીઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક ટૂંકમાં જ બાળકો માટે નવી એપ લાવી શકે છે. આ એપને LOL નામ આપવામાં આવ્યું છે. તેના દ્વારા બાળકો સોશિયલ નેટવર્ક પર પોસ્ટ શેર કરી શકશે. ફેસબુકના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે નાના સ્તરે આ એપની ટેસ્ટિંગ કરી રહ્યા છીએ, હાલમાં આ કોન્સેપ્ટ શરૂઆતના તબક્કામાં છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ એપમાં ફોરયુ, એનીમલ્સ, ફેલ્સ અને પ્રેક્સ જેવી કેટેગરી રાખવામાં આવશે. LOL એપમાં ફની વીડિયો અને GIF પણ હશે. ફેસબુકે હજુ સુધી એ સ્પષ્ટ કર્યુ નથી કે LOL એક અલગ એપ હશે કે પછી ફેસબુક એપ પર જ જોવા મળશે. હાલ આ ફીચરનું ટેસ્ટીંગ ચાલી રહ્યુ છે. જેમાં 100 હાઈસ્કુલના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા એક્સપર્ટનું માનવુ છે કે આ ફેસબુક એપથી યૂઝર ગ્રોથ વધારવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા એક્સપર્ટ અનુપ મિશ્રાએ કહ્યુ કે બાળકો માટે અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવાનું પગલું સારૂ નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તેમનું કોઈ કન્ટેન્ટ ગાઈડ ન હોય. દુનિયાભરમાં બાળકોનું સ્ક્રીન ટાઈમ ઓછુ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જ્યારે ફેસબુકના આ પગલાથી બાળકોનો સ્ક્રીન ટાઈમ વધશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -