ટ્વીટર યૂઝર્સ માટે ખરાબ સમાચાર, લોકોના પ્રાઇવેટ ટ્વીટ્સને બગે કર્યા પબ્લિક, જાણો વિગતે
ટ્વિટરનું કહેવું છે કે 14 જાન્યુઆરીથી આ બગને ઠીક કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત જે કોઇ અસુવિધા થશે તો તેની અપડેટ ટ્વિટર દ્વારા જ કરવામાં આવશે. ટ્વિટરે યૂઝર્સને પ્રાઇવેસી સેટિંગ્સનો રિવ્યૂ કરવાની સલાહ આપી છે. જેથી યૂઝર્સની ટ્વીટ પ્રાઇવેટમાંથી પબ્લિક થઇ ગઇ હોય તો યૂઝર્સ તેમાં બદલાવ કરી શકે.
આ બગે એવા લોકોના ટ્વીટર એકાઉન્ટને કોઇ નુકશાન નથી પહોંચાડ્યુ જે iOS કે ડેસ્કટૉપ પર ટ્વીટર યૂઝ કરે છે. ટ્વીટર તરફથી જાહેર એક સ્ટેટમેન્ટ અનુસાર, 3 નવેમ્બર, 2014 થી 14 જાન્યુઆરી 2019 સુધી જો તમે ઇમેલ ચેન્જ કર્યો છે કે પછી સેટિંગ્સમાં જઇને પ્રૉટેક્ટેડ ટ્વીટ્સને ઓન કર્યુ છે તો તમારા પર અસર પડી હશે.
ટ્વિટરે પોતાના બ્લૉગમાં જે રીતે બગ વિશે જાણકારી આપી તે જ રીતે પોતાના બ્લૉગમાં યૂઝર્સની અસુવિધા બદલ માફી પણ માંગી છે. તે સાથે ટ્વિટરે ચોખવટ કરીને જણાવ્યું છે કે આ બગની અસર ફક્ત એન્ડ્રોઇડ યૂઝર્સને જ થઇ છે. જે યૂઝર્સ આઇઓએસ અને વેબનો યૂઝ કરે છે. તેઓએ કોઇ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી.
ટ્વીટર તરફથી કહેવામાં આવ્યુ કે iOS કે વેબ યૂઝ કરનારા લોકોને કોઇ પ્રૉબ્લમ નહી થાય, અમે 14 જાન્યુઆરી આને બરાબર કરી દીધુ છે, જો કોઇ બીજી મહત્વપૂર્ણ માહિતી હશે તો અપડેટ કરી દેવામાં આવશે.
નવી દિલ્હીઃ માઇક્રો બ્લૉગિંગ સાઇટ ટ્વીટરમાં નવો બગ જોવા મળ્યો છે જેના કારણે કેટલાક એન્ડ્રોઇડ ફોન યૂઝર્સના પ્રાઇવેટ ટ્વીટ પણ પબ્લિક થઇ રહ્યાં છે. આ પ્રૉબ્લમ એ લોકોને આવી રહ્યો છે જેને પાંચ વર્ષની સમયમર્યાદા બાદ પોતાના એકાઉન્ટમાં ઇમેલ કે એકાઉન્ટ લિંક કરવા સુધીનો કોઇ ફેરફાર કર્યો છે.