હવે 21 જૂનથી ફેસબુક પર 18 વર્ષથી નાના બાળકો નહીં જોઇ શકે આ વસ્તુઓ, FB એ લગાવ્યો બેન
આ પહેલા યુટ્યૂબે કહ્યું હતું કે, તે હથિયારો અને એસેસરીઝ વેચનારી વેબસાઇટ્સની લિંક આપનારા અને પ્રચાર કરનારા વીડિયો પર પણ રોક લગાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ અનુસાર, અમેરિકામાં ગોળીબારની ઘટનાઓ બાદ બંદૂક રાખવા પર નિયંત્રણને લઇને ચાલી રહેલી ચર્ચાની વચ્ચે ફેસબુકે આ પગલું ભર્યું છે.
આ પહેલા ફેસબુકે માન્યુ હતું કે, તે યૂઝરની પ્રાઇવેટ માહિતી, પસંદ-નાપસંદ જાણવા માટે તેના કૉમ્પ્યુટર કી-બોર્ડ અને માઉસની મૂવમેન્ટ સુધી નજર રાખે છે. એટલે જો તમારા કૉમ્પ્યુટર પર ફેસબુક લૉગીન છે તો માઉસની દરેક ક્લિક અને કીબોર્ડના દરેક યૂઝના રિપોર્ટ ફેસબુક સુધી પહોંચી રહ્યાં છે.
સીએનઇટીના રિપોર્ટ અનુસાર, ફેસબુક બાળકોને જાહેરાતમાં અત્યારે હથિયારો અને તેમા લાગનારા મેગેઝીન જેવા સામાનોની એડ પર પ્રતિબંધ લગાવે છે. હવે ફેસબુકે આગળ પગલું ભરતા હથિયારોની એસેસરીઝની જાહેરાતો પર પણ ઉંમર સંબંધી શરત પ્રમાણે રોક લગાવી દીધી છે. તેની આ નવી એડ પૉલીસી 21 જૂનથી લાગુ પડશે.
નવી દિલ્હીઃ દુનિયાનું સૌથી લોકપ્રિય સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક હવે પોતાની ફેસિલિટીમાં કેટલોક ફેરફાર કરવા જઇ રહ્યું છે. હવે ફેસબુક નાના બાળકો હથિયારો સંબંધિત જાહેરાત-એડ નહીં જોઇ શકે. ફેસબુકે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે હથિયાર એસેસરીઝ (હથિયારના રખરખાવ તથા સજાવટના સામાન)ની જાહેરાત-એડ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -