128 GB રેમ અને 6 TBની ઈન્ટરનલ સ્ટોરેજ સાથે લોન્ચ થયું વિશ્વનું પ્રથમ લેપટોપ, જાણો અન્ય ફીચર્સ
નવી દિલ્હીઃ જાણીતી મોબાઇલ અને લેપટોપ કંપની લેનોવો દ્વારા 128 જીબી રેમ અને 6 ટીબી સ્ટોરેજ સાથેનું લેપટોપ લોન્ચ કરવાં આવ્યું છે. કંપનીએ એક કોન્ફરન્સમાં નવું લેપટોપ રજૂ કર્યું હતું. લેપટોપનું નામ થિંકપેડ P52 છે. આ લેપટોપની અંદાજિત કિંમત 73,000 રૂપિયા છે.
લેનોવો થિંકપેડનું વજન 2.5 કિલો છે. તેમાં ત્રણ USB 4.1 ટાઇપ, બે યુએસબી સી/થંડરબોલ્ટ અને એક એચડીએમઆઈ 2.0, એક મિની ડિસ્પ્લે પોર્ટ 1.4 અને એક એસડી કાર્ડ રીડર સાથે વાઇ ફાઇ, બ્લૂટૂથ અને 4જી એલટીઈની સુવિધા આપવામાં આવી છે.
લેનોવો થિંકપેડ P52માં 15.6 ઈંચની 4K ટચસ્ક્રીન આપવામાં આવી છે. જેનું રિઝોલ્યૂશન 1920x1080 પિક્સલ છે.
આ લેપટોપમાં 8મી જનરેશન ઈન્ટલ જિયોન હેક્સા કોર પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે વીડિયા ક્વાડ્રો પી320 જીપીયુ સાથે આવે છે.
લેપટોપમાં ઈન્ફ્રારેડ કેમેરો આપવામાં આવ્યો છે. જે ચહેરો ઓળખવા અને વીડિયો કોલિંગ માટે એચડી વેબકેમની સુવિધા સાથે આવે છે.
કંપનીના કહેવા મુજબ લેપટોપમાં પાંચ ઓપરેટિંગ સિસ્ટમની સુવિધા આપવામાં આવી છે.