દુનિયાની સૌથી પાવરફૂલ Ferrari ભારતમાં લૉન્ચ, 2.9 સેકન્ડમાં 0-100ની સ્પીડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ દુનિયાની સૌથી પાવરફૂલ ફેરારી કાર Ferrari 812 સુપરફાસ્ટને 5.2 કરોડ રૂપિયા (એક્સ-શૉરૂમ)માં કિંમત સાથે ભારતમાં લૉન્ચ કરી દેવામાં આવી છે. આ અત્યાર સુધીની સૌથી પાવરફૂલ ફેરારી છે. નવી કાર ભારતમાં F12 Berlinettaની જગ્યા લઇ લેશે. Ferrari 812 સુપરફાસ્ટમાં 6.5-લીટર V12 એન્જિન આપવામાં આવ્યું છે જે 789 bhp નો મેક્સિમમ પાવર આઉટપુટ આપશે.
ટૉર્કની વાત કરીએ તો આ એન્જિન 718Nmની પિક ટૉર્ક ઉત્પન્ન કરશે. 0-100 km/hની સ્પીડ સુધી પહોંચવામાં આ કાર માત્ર 2.9 સેકન્ડનો સમય લે છે. સાથે 200 km/h સુધીની સ્પીડ 7.9 સેકન્ડમાં પકડી લે છે. આ કારની ટૉપ સ્પીડ 340 km/h છે, જે ખરેખર શાનદાર છે. આમાં આપવામાં આવેલું એન્જિન 6,496ccનું છે.
ભારતમાં 812 સુપરફાસ્ટની સરખામણીમાં પોતાના સેગમેન્ટમાં Aston Martin DB11 અને Bentley Continental GT થી રહેશે. આ નવી કાર રેડ, બ્લૂ અને સિલ્વર કલર ઓપ્શમાં અવેલેબલ રહેશે.
Ferrari 812 સુપરફાસ્ટ F12 Berlinettaની સરખામણીમાં એકદમ અલગ છે. આમાં સાઇડ સ્લિપ કન્ટ્રૉલ જેવા ઇલેક્ટ્રૉનિક ડ્રાઇવિંગ Aid આપવામાં આવ્યા છે. આ ઉપરાંત 812 સુપરફાસ્ટમાં રિયર વ્હીલ સ્ટીયરિંગ પણ આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત હેડલેમ્પ્સને પહેલાની સરખામણીમાં પાતળો કરી દેવામાં આવ્યો છે. આ કારના રિયરમાં ચાર રાઉન્ડેડ ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. આમાં ક્વૉડ એક્સહૉસ્ટ પાઇપની સાથે વચ્ચે મોટા ડિફ્યૂઝર પણ લગાવવામાં આવ્યા છે.
Ferrari 812 સુપરફાસ્ટને કંપનીની ટ્રેડિશનલ ડિઝાઇન પર જ તૈયાર કરવામાં આવી છે. આા ફ્રન્ટ ગ્રિલને પહોંલું કરી દેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -