Xiaomiએ આપ્યો મોટો ઝાટકો, પોતાના સૌથી સસ્તા સ્માર્ટફોનની કિંમતમાં કર્યો વધારો, જાણો નવી કિંમત
કંપનીએ ભારતમાં 5 મિલિયન હેન્ડસેટ વેચ્યા છે ત્યારે હવે 2GB વેરિયન્ટની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. એટલેકે હવે આ ફોન માટે તમારે 5,999 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે 3GB રેમવાળા વેરિયન્ટની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંપનીએ જ્યારે આ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કર્યો ત્યારે કહ્યું હતું કે 2GB રેમવાળા વેરિયન્ટમાં પહેલા 5 મિલિયન (50 લાખ) ગ્રાહકોને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
અત્યાર સુધી આ સ્માર્ટફોન ભારતમાં 2GB રેમ અને 16GB વેરિયન્ટ માત્ર 4,999 રૂપિયામાં વેચાણ કરવામાં આવતું હતું. જ્યારે 3GB રેમ અને 32GB વેરિયન્ટને 6,999 રૂપિયામાં કંપની વેચી રહી હતી.
નવી દિલ્હીઃ શાઓમીએ રવિવારે જાહેરાત કરી કે રેડમી 5એ સ્માર્ટફોન હવે 5999 રૂપિયામાં મળશે. આ હેન્ડસેટની નવી કિંમત મી ડોટ કોમ, ફ્લિપકાર્ટ અને કંપનીની ઓફલાઈન મી હોમ રિટેલ સ્ટોર પર ઉપલબ્ધ છે. જોકે કંપનીએ લોન્ચ સમયે જ કહ્યું હતું કે તેની કિંમત વધારવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -