હવે WhatsApp પર પણ ઓફલાઈન મોકલી શકાશે મેસેજ, જાણો સૌ પ્રથમ ક્યા ફોનમાં મળશે આ સુવિધા
એટલે કે ઇન્ટરનેટ કનેક્શન ના હોય ત્યારે 'સેન્ડ' (મેસેજ સેન્ડ કરવાનો ઓપ્શન) વિકલ્પ એક્ટિવ થઇ રહેશે. આ ફિચર વૉટ્સએપ 2.17.1 વર્ઝન પર અવેલેબલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆઇફોન યૂઝર હવે લેટેસ્ટ ઓફલાઇન મેસેજ સેન્ડ ફિચરનો યૂઝ કરી શકશે. હવે પોતાની લેટેસ્ટ iOS અપડેટમાં એપલે એવું ફિચર આપ્યુ છે, જેની મદદથી યૂઝર ઇન્ટરનેટ કનેક્શન વિના પણ મેસેજ મોકલી શકે છે. આ ફિચરમાં તમારો મેસેજ લાઇનઅપ થઇ જશે અને જેવુ ઇન્ટરનેટ કનેક્શન મળશે તેવો તમારો મેસેજ સેન્ડ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આઇફોન યૂઝર ઇન્ટરનેટ કનેક્શન વિના મેસેજ ન હોતા સેન્ડ કરી શકતા, હવે તેઓને ઓફલાઇન મેસેજ સેન્ડીંગની ફેસિલીટી મળી છે.
હાલમાં વોટ્સએપના દુનિયાભરમાં લગભગ 1 બિલીયનથી વધુ યૂઝર એક્ટિવ છે અને 42 બિલીયનથી વધુ મેસેજ દરરોજ સેન્ડ થાય છે. હવે એપને વધુ પૉપ્યૂલર બનાવવા માટે કંપનીએ આઇફોન યૂઝર માટે મેસેજ માટે નવુ ફિચર લૉન્ચ કર્યુ છે.
ચેટિંગમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાતી એપ વોટ્સએ તેના યૂઝર માટે વધુ એક શાનદાર સુવિધા લાવી રહ્યું છે. હાલમાં વોટ્સએપ યૂઝર કોલિંગ, વીડિયો કોલિંગની સુવિધાનો લાભ લઈ રહ્યા છે ત્યારે કંપનીએ હવે તેના યૂઝરને ઓફલાઈન મેસેજ મોકલાવની સુવિધા લઈને આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -