સાવધાન: 8 ફેબ્રુઆરી બાદ તમે નહિ વાપરી શકો Gmail, જાણો કેમ
ગૂગલે પોતાના બ્લોગ પર લખ્યું છે કે માઈક્રોસોફ્ટે પોતાની ઓપરેટિંગ સિસ્ટમ વિંડોઝ એક્સપી અને વિસ્તાનો સપોર્ટ બંધ કરી દીધો છે. જેના કારણે ક્રોમ બ્રાઉઝરના 53માં અને તેનાથી નીચેના વર્ઝન પર સુરક્ષાના પરિપ્રેક્ષ્યમાં ખતરો છે.
પહેલા એપ્રિલ 2015 અને નવેમ્બર 2015માં ઘોષણા કરવામાં આવી હતી કે આ ઓપરેટિંગ સિસ્ટમ માઈક્રોસોફ્ટ તરફથી હવે મેઈન્ટેન નથી કરવામાં આવશે. આથી હવે એક્સપી અને વિસ્તાના યુઝર્સે અપગ્રેડેડ વર્ઝન વાપરવું જોઈએ જે સિક્યોર છે અને જીમેઈલને સપોર્ટ કરે છે.
ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે જીમેઈલ યૂઝર્સ જે હાલ વિંડોઝ એક્સપી કે વિંડોઝ વીસ્તા વર્ઝન વાપરી રહ્યા છે તે લોકોને આની અસર થઈ શકે. કેમકે ક્રોમ તરફથી રીલિઝ કરવામાં આવેલું 49મું વર્ઝન જ જીમેઈલને વિંડોઝની આ ઓપરેટિંગ સિસ્ટમમાં સપોર્ટ કરે છે.
નવી દિલ્લી: જો તમે વિંડોઝ એક્સપી કે વિંડોઝ વીસ્તાના યૂઝર હશો તો તમારે સાવધાન થઈ જાઓ. ગૂગલે કહ્યું છે કે આઠ ફેબ્રુઆરી 2017થી જી-મેઈલ ક્રોમ બ્રાઉઝરના 53માં અને તેનાથી નીચેના વર્ઝનમાં કામ નહિ કરે. જેનો મતલબ છે કે જો યુઝર્સ હજી પણ પોતાના ડેસ્કટોપ કે લોપટોપ પર વિંડોઝ એક્સ પી કે વિંડોઝ વિસ્તામાં ક્રોમ બ્રાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો જી-મેઈલની સુવિધા નહિ મળી શકે.
આથી જો તમે હજી પોતાના કોમ્પ્યુટર અને લેપટોપમાં માઈક્રોસોફ્ટ વિંડોઝ એક્સપી કે વિસ્તા ઓપરેટિંગ સિસ્ટમ વાપરો છો અને તમારું ક્રોમ બ્રાઉઝર 53માં અને તેનાથી નીચેના વર્ઝનનું છે તો તમારી પાસે અપગ્રેડ થવા માટે ચાર દિવસ છે.