New Feature: WhatsAppમાં મેસેજ થઈ શકશે Edit અને Delete
WhatsAppના નવા અપડેટ સૌથી પહેલા BETA વર્ઝન પર આવી રહ્યાં છે. કંપનીએ એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ માટે બીટા વર્ઝન લૉન્ચ કર્યું છે, એટલે કે જે યૂઝર્સનો સ્માર્ટફોન BETA વર્ઝનને સપોર્ટ કરતો હોય તેમને આ ફેસિલિટી સૌથી પહેલી મળશે. અત્યારે આ ફિચર iOS 2.17.1.869 વર્ઝન પર ટેસ્ટિંગની સાથે શરૂ થઇ ચૂક્યું છે. ટુંકસમયમાં એન્ડ્રોઇડના BETA વર્ઝન પર પણ આવશે, નોર્મલ અપડેટ સાથે અન્ય સ્માર્ટફોન પર પણ મળશે.
WhatsApp પર આ હાઇટેક ફિચર કયા લેવલ સુધી કામ કરશે તેના વિશે કોઇ માહિતી નથી, એટલે કે યૂઝર જો આખો મેસેજ જ એડિટ કરવા માગતો હોય, ડિલીટ કરવા માગતો હોય, કે આખી મેટર જ હટાવવા માગતો હોય, તો કેવી રીતે કરી શકશે? આના વિશે હજુ કોઇ માહિતી મળી નથી. સાથે ટેક્સ્ટ મેસેજ ઉપરાંત મીડિયા મેસેજ માટે ડિલીટ કે એડિટ ઓપ્શન હશે, આના પર હજુ સસ્પેન્સ છે.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો 'Revoke' ફિચરની સાથે WhatsAppમાં કેટલાક નવા ફિચર એડ થઇ શકે છે. તેમાં બેકઅપ માટે કેટલાક નવા ફિચર આવી શકે છે. આવી જ રીતે મીડિયા બેકઅપ અને તેના encryptingને લઇને અપડેટ આવી શકે છે. WhatsApp સેલ્ફી કેમેરા ફિચરમાં સ્ક્રીન ફ્લેશ એડ કરી ચૂક્યું છે, એટલે ઓટોમેટિક ફોકસ ઓન થવાનુ ફિચર પણ આવી શકે છે. સાથે યૂઝરના સ્ટેટસને હિડન રાખવાનું નવું ફિચર પણ આવી શકે છે.
WhatsAppમાં આ ફિચરનું નામ 'Revoke' કે 'Edit' હશે, ટેસ્ટિંગ દરમિયાન આને 'Revoke' નું નામ આપવામાં આવ્યું છે, પણ પછીથી આને બદલી પણ શકાય છે. માની લો કે કોઇ યૂઝર મેસેજ સેન્ડ કરે અને તેમાં ભૂલ હોય કે અધૂરો હોય, તો તે મેસેજ પર થોડી વાર ટેપ કરશે એટલે મેન્યૂબાર આવશે. તેમાં 'Revoke'નો ઓપ્શન હશે. તેને સિલેક્ટ કરી મેસેજને રિ-એડિટ કરી શકાશે. જોકે મેસેજ એડિટ કરવાથી સામેવાળા યૂઝર પાસે 'Sender revoked the message'નો મેસેજ પણ આવશે.
મીડિયા રિપોર્ટ અનુસાર, WhatsAppમાં બહુ જલ્દી એડિટ ફિચર એડ થવાનું છે, જેનાથી મેસેજને ફરીથી એડિટ કરી શકાશે. એટલે કે કોઇ ખોટો મેસેજ સેન્ડ થઇ ગયો હોય તો તેને ફરીથી રિ-એડિટ કરી શકશો. કંપનીએ આ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે, પણ ક્યારે લૉન્ચ કરશે તેની માહિતી નથી.
નવિ દિલ્હીઃ હવે તમે જ્યારે તમારી ગર્લફ્રેન્ડને મોકલવાનો મેસેજ વ્હોટ્સએપ પર કોઈ અન્યને મોકલાઈ જાયતો પરેશાન થવાની જરૂર નથી. ટૂંકમાં જ વ્હોટ્સએપ પર તમને મોકલેલ મેસેજ એડિટ કરવા અને કેન્સલ કરવાનો ઓપ્શન મળસે. તેના કારણે તમે કોઈ ભૂલ કરી હશે તો મેસેજમાં તે સુધારી અથવા કેન્સલ કરી શકશો.