નોકિયા, સેમસંગ, ઓપ્પો સહિતના મોબાઇલ પર અહીં મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો વિગતે
ઓપ્પો એફ 9 - કિંમત 16,990 રૂપિયા.... ઓપ્પોનો આ ફોન 3500mAhની બેટરીની સાથે આવે છે, જોકે, ફોનને આ સેલમાં 16,990 રૂપિયાની કિંમતથી ખરીદી શકાય છે. ફોન પર 9000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. બેન્ક ઓફરમાં એસબીઆઇના ક્રેડિટ કાર્ડ પર 10 ટકા ડિસ્કાઉન્ટ છે, વળી એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર 5 ટકાનું ડિસ્કાઉન્ટ અવેલેબેલ છે.
સેમસંગ ગેલેક્સી ઓન 8 - કિંમત 12,990 રૂપિયા... આ ફો પર 35 ટકાનું ડિસ્કાઉન્ટ છે. સેમસંગ ગેલેક્સી ઓન 8ને 12,990 રૂપિયાની કિંમતથી ખરીદી શકાય છે. ફોન પર 12000 રૂપિયાની એક્સચેન્જ ઓફર છે, આમાં નો કૉસ્ટ ઇએમઆઇની સુવિધા પણ છે.
નોકિયા 6.1 પ્લસ- કિંમત 13,999 રૂપિયા..... આ ફોનની કિંમત 14,999 રૂપિયા છે જે પ્રીપેડ ઓફરની સાથે આવે છે. ફોનને 13,999 રૂપિયાની કિંમતથી ખરીદી શકાય છે, યૂઝર્સ સેલમાં 13,800 રૂપિયાનું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ મેળવી શકે છે તે પણ નો કૉસ્ટ ઇએમઆઇની સાથે.
નવી દિલ્હીઃ જો તમે મોબાઇલ ખરીદવાનું વિચારી રહ્યાં હોય, તો તમારા માટે અત્યારે બેસ્ટ મોકો છે. ફ્લિપકાર્ટ રિપબ્લિક દિવસ સેલ લાઇવ થઇ ચૂક્યો છે. ત્રણ દિવસ ચાલનારા આ સેલ દરમિયાન મોબાઇલ ફોન્સ પર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં તમને નોકિયા, સેમસંગ, ઓપ્પો અને રિયલમી જેવી બ્રાન્ડના ફોનના ડિસ્કાઉન્ટ વિશે માહિતી આપવામાં આવી રહી છે.