આ કંપનીએ લોન્ચ કર્યા SMART શુઝ, દોરી પણ જાતે બંધાઈ જશે
નવી દિલ્હીઃ શુઝ અને સ્પોર્ટ્સ વિયર બનાવતી જાણીતી કંપની નાઈકે (Nike) એ એક સ્માર્ટ શુઝ લોન્ચ કર્યા છે, જેની ખાસિયત જાણીને તમે પણ ચોંકી જસો. આ શુઝ પગમાં પહેરવા પર તેના સેન્સર પગના આકાર અનુસાર શુઝનો આકાર બદલી નાખે છે. એટલે કે પગનો આકર જે હોય તો શુઝ દરેક પગમાં ફિટ આવી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાઇકી એડપ્ટ નામના આ શુઝની કિંમત 350 ડોલર ( લગભગ 25 હજાર રૂપિયા ) છે. નાઇકીએ એનો વીડિયો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે અને કંપનીએ કહ્યું છે કે એનું વેંચાણ દુનિયામાં 17 ફેબ્રુઆરી 2019 થી થશે.
એટલું જ નહી. તમારે આ શુઝમાં નમીને દોરી બાંધવાની જરૂર નથી. મોબાઇલ Appની એક ક્લિક પર આ શુઝની દોરી આપમેળે બંધાઇ જશે. આ શુઝ નામ Nike Adapt BB છે. આટલી સારી સુવિધા જાણીને જૂતાની કિંમત પણ જાણવી જરૂરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -