ફ્લિપકાર્ટે લોન્ચ કરી નવી સાઈટ, સ્માર્ટફોન પર મળી રહ્યું છે બંપર ડિસ્કાઉન્ટ
મોટો જી4 પ્લસ ફોન આ વેબસાઈટ પરથી માત્ર 4399 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે તેની ઓરિજનલ કિંમત 9599 રૂપિયા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોટો ઈ4 પ્લસ (32 જીબી) આ વેબસાઈટ પરથી 5,599 રૂપિયામાં ખરીદી શકાય છે જ્યારે તેની ઓરિજલન કિંમત 9490 રૂપિયા છે.
એપલ આઈફોન 6એસ (64 જીબી)ની ઓરિજનલ કિંમત 49,999 રૂપિયા છે જે આ વેબસાઈટ પરથી માત્ર 32499 રૂપિયામાં ખરીદી શકાય છે.
રેડમી મિક્સ 2 ફોન આ વેબસાઈટ પરથી 16299 રૂપિયામાં ખરીદી શકાય છે. જ્યારે આ ફોનની ઓરિજનલ કિંમત 24999 રૂપિયા છે.
રેડમી નોટ 4ના 64 જીબી વેરિઅન્ટની ઓરિજનલ કિંમત 12990 રૂપિયા છે જે આ વેબસાઈટ પરથી 7799 રૂપિયામાં ખરીદી શકાય છે.
હુવાઈની પેટા બ્રાંડ ઓનરનો 9 લાઈટ સ્માર્ટફોનના 32 જીબીનો 7199 રૂપિયામાં અને 64 જીબી ફોન 9799 રૂપિયામાં મળી રહ્યો છે. જ્યારે આ ફોનની ઓરીજનલ કિંમત 10999 અને 14999 રૂપિયા છે.
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ હવે સેકન્ડ હેન્ડ સામાન પણ વેચશે. તેના માટે કંપનીએ અલગ પ્લેટફોર્મ 2GUD વેબસાઈટ શરૂ કરી ચે. આ પ્લેટફોર્મ પર જૂના સ્માર્ટફોન, લેપટોપ, ટેબલેટ અને ઇલેક્ટ્રોનિક એસસેરીઝ વેચવામાં આવશે. કંપની આ દ્વારા એવા લોકો સુધી પહોંચવા માગે છે જે આ પ્રોડક્ટ ખરીદવા તો માગે છે પરંતુ વધારે કિંમત હોવાને કારણે ખરીદી નથી શકતા. સાઇટ પર અનેક જૂના ફોનને રીપેર કરીને નવા બનાવી વેચવામાં આવી રહ્યા છે. કંપનીએ તેના માટે પાંચ કેટેગરી પણ બનાવી છે જેમાં ઓકે, ગુડ, વેરીગુડ, સુપર્બ અને અનબોક્સ છે. આગળ વાંચો કંપની શું ઓફર આપી રહી છે....
- - - - - - - - - Advertisement - - - - - - - - -