iPhone X: Apple સૌથી મોંઘા ફોન પર 64 ટકા સુધીનો નફો કમાઈ રહ્યું છે
આ ફોનમાં વાયરલેસ ચાર્જિંગની સુવિધા છે. તેની બેટરી આઈફોન 7 કરતા 2 કલાક વધુ ચાલશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. iPhone Xમાં 12 મેગાપિક્સલના બે રિયર કેમેરા આપ્યા છે. જેમાં પહેલાનું અપાર્ચર f/1.8 અને બીજા કેમેરાનું અપાર્ટર f/2.4 તેમજ 7 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતો અંધારમાં પણ ફેસ રિકોગ્નિશન માટે આગળની તરફ ઇન્ફ્રારેડ કેમેરો આપેલો છે જે અંધારામાં પણ તમારા ચહેરાને ઓળખી લે છે. કંપનીનો દાવો છે કે ફેસ આઇડી ટચ આઈડી કરતા વધુ ઝડપી અને સુરક્ષિત છે.
એપલે પોતાના આકર્ષિત ફોનથી સતત ગ્રાહકોનો વિશ્વાસ જીતતું રહ્યું છે. કંપનીએ હાલમાં જ આઈફોન 8 અને આઈફોન એક્સ બજારમાં ઉતાર્યા છે. તેની વચ્ચે એક કંપનીએ પોતાના એક રિસર્ચ કર્યું છે જેમાં આઈફોન પર એપલને કેટલો નફો થાય છે તેના વિશે કહેવામાં આવ્યં છે.
રિસર્ચ અનુસાર અનુસાર આઇફોન Xના 64 GB વર્ઝનને બનાવવામાં આશરે એપલને 23,250 જેટલો જ ખર્ચ થાય છે. એટલે કે એપલ આશરે 64 ટકા નફો કમાય છે.
ટેક ઇનસાઇટ્સના એક રિપોર્ટ અનુસાર આઇફોન Xનો સૌથી મોંઘો પાર્ટ તેની 5.8 ઇંચની OLED ડિસ્પ્લે છે. જેની કિંમત આશરે 65.50 ડોલર એટલે કે આશરે 4200 રૂપિયા છે.
આ ફોનમાં કંપનીનું લેટેસ્ટ 6 કોરવાળું A11 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન પર્લસેંટ ઇફેક્ટ સાથે સિલ્વર અને સ્પેસ ગ્રે કલરમાં ઉપલબ્ધ છે.
આઇફોનના મોડેલમાં સિક્યોર લોકિંગ માટે ફિંગરપ્રિન્ટ સેન્સર નથી. ટચ આઈડીને ફેસ આઈડી સાથે રિપ્લેસ કરી દેવામાં આવ્યું છે. જે તમારા ચહેરાને ઓળખીને iPhone Xને અનલોક કરશે. સાથે જ પાસવર્ડની સુવિધા પણ છે.
આ ફોનની બોડીમાં ફક્ત ગ્લાસ અને સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનનું ફ્રન્ટ અને બેકપેનલ ગ્લાસની છે. જ્યારે બોડી સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે. આ ફોનમાં કોઈ હોમ બટન નથી આપવામાં આવ્યું. હોમ પર જવા માટે તમારે સ્ક્રીનને નીચેથી ઉપર તરફ સ્વાઇપ કરવી પડે છે.
આ વર્ષે લોંચ થયેલા 3 iPhone મોડેલ્સમાં આ એકમાત્ર આઈફન એક્સમાં OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 1125*2436 પિક્સલ છે. કંપનીએ આ ડિસ્પ્લેને સુપર રેટિના ડિસ્પ્લે નામ આપ્યું છે.
શાનદાર ગ્લાસ પેનલ અને દમદાર ફિચર્સથી સજ્જ આઇફોન X માર્કેટમાં આવતા જ છવાઇ ગયો છે. લોકો રાતભર લાઇનમાં રહીને આ ફોન ખરીદી રહ્યાં હતાં. ભારતમાં આ ફોનના 64 GB વર્ઝનની કિંમત 89000 રૂપિયા છે. તો 256 જીબીનું વર્ઝન તમને 1,02,000 રૂપિયામાં મળશે. આગળની સ્લાઈડ્સમાં વાંચો આઈફોન એક્સના ફીચર વિશે....
- - - - - - - - - Advertisement - - - - - - - - -