✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભૂલી જાવ Wi-Fi, આવી રહી છે 100 ગણી ટેક્નિક Li-Fi!, જાણો કેવી રીતે કરશે કામ...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Jan 2018 08:04 AM (IST)
1

આ ટેક્નિક કેવી રીતે કામ કરે છે તેની પર વિએલમન્નીએ બે અલગ અલગ ડિવાઇસ બનાવ્યાં છે. એક ડિવાઇસ ઇન્ડોર માટે છે અને એક આઉટડોર માટે. ઇન્ડોર ડિવાઇસમાં એક એક્સેસ પોઇન્ટ અને એક ડોંગલ હોય છે. Li-Fi એક્સેસ પોઇન્ટ પણ Wi-Fi જેવું હોય છે, જેમાં રાઉટર હોય છે. સોલંકી કહે છે કે, ‘અમે Li-Fi એક્સેસ પોઇન્ટમાં લાઇટના સોર્સ પાસે પ્લગ લગાવીએ છીએ, એટલે કે જ્યાં LED હોય છે. રાઉટરને LED અને LED ડ્રાઇવર વચ્ચે પ્લગ કરવામાં આવે છે. અમારી પાસે એક USB ડોંગલ પણ હોય છે, જેના દ્વારા લેપટોપ, ડેસ્કટોપ કે સ્માર્ટ ડિવાઇસ સાથે પણ કનેક્ટ કરી શકાય છે.’ આઉટડોર માટે કંપની પાસે અલગ ડિવાઇસ હોય છે.

2

વિએલમન્ની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (ઇન્ડિયા)ના ફાઉન્ડર તથા સીઈઓ દીપક સોલંકીએ 2013ના ઉનાળા સુધી આ ટેક્નિકના પ્રોટોટાઇપ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. 27 વર્ષીય દીપક કહે છે કે, ‘હું લાઇટ દ્વારા ડેટા ટ્રાન્સમિટ કરવામાં સફળ થઈ ગયો હતો અને શરૂઆતમાં મેં વિચાર્યું હતું કે, અમારે કોઈ લાઇટિંગ કંપની પાસે જવું જોઈએ, કારણ કે આ ટેક્નિકમાં LED બલ્બનો સમાવેશ થાય છે. જોકે કોઈએ પણ તેમાં રુચિ દાખવી નહોતી, ત્યારે હું ફંડ માટે રોકાણકારો પાસે પહોંચ્યો. ત્યાર બાદ હું મારી પ્રોડક્ટના પ્રોટોટાઇપમાંથી વર્કિંગ મોડલ તરફ વધ્યો.’ 2014માં દીપકને ઇસ્તોનિયામાં બુલ્ડઇટ હાર્ડવેર કંપનીમાં કામ કરવાની તક મળી. 2015ના ઉનાળા સુધીમાં દીપક ભારત પાછો આવ્યો, કારણ કે તે દેશમાં પોતાની R&D ટીમ બનાવવા માગતો હતો.

3

આજના સમયમાં ઇન્ટરનેટ રેડિયો વેવ્સ દ્વારા ચાલે છે અને Wi-Fi આ વેવ્સનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિટ કરવામાં કરે છે અથવા ઇન્ટરનેટ સ્પીડ વધારવામાં. Li-Fi એવી ટેક્નિક છે, જે ડેટા ટ્રાન્સમિશનને સપોર્ટ કરે છે અથવા પ્રકાશનો ઉપયોગ કરી ઇન્ટરનેટની સ્પીડ વધારે છે. યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના પ્રોફેસર હેરાલ્ડ હાસે 2011ની TED ગ્લોબલ ટૉકમાં આ આવિષ્કાર વિશે જાણકારી આપી હતી. આ ટેક્નિક નેટવર્ક, મોબાઇલ હાઈ-સ્પીડ કોમ્યુનિકેશન માટે LED બલ્બનો ઉપયોગ કરતું હતું. તેમાં સૌથી અનોખી વાત એ છે કે, Li-Fi દ્વારા ઇન્ટરનેટ સ્પીડ Wi-Fiની સરખામણીમાં 100 ગણી વધુ ઝડપી હોવાનો દાવો કરાયો છે.

4

નવી દિલ્હીઃ હવે ટૂંક સમયમાં બજારમાં વાઈ ફાઈથી પણ 100 ગણી ફાસ્ટ ઇન્ટરનેટ સ્પીડ આપતી ટેકનીક Li-Fi જોવા મળશે. ખાસ વાત એ છે કે આ ટેકનીક પાછળ એક ભારતીય વિદ્યાર્થી દીપક સોલંકીનો હાથ છે. આઈઆઈટી બોમ્બેથી અભ્યાસ કરેલ દીપક સોલંકી ઘણાં વર્ષોથા આ ટેકનીક પર કામ કરી રહ્યા છે. તેણે વર્ષ 2012માં લાઈટ ફિડેલિટી (Li-Fi) ટેકનીકથી શરૂ થનારા એક બિઝનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

  • હોમ
  • ગેજેટ
  • ભૂલી જાવ Wi-Fi, આવી રહી છે 100 ગણી ટેક્નિક Li-Fi!, જાણો કેવી રીતે કરશે કામ...
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.